એક તીર એક કમાન, સબ આદિવાસી એક સમાન:દાહોદમા વિશ્વ આદિવાસી દિનની પ્રકૃતિ પૂજકોએ વૃક્ષારોપણ કરી નોખી ઉજવણી કરી

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય વિદ્યાલયની બાજુમા મોટી સંખ્યામા છોડવા રોપાયા આદિવાસીઓ પરંપરાગત પહેરવેશમા ઉમટી પડયા

આજે 9 ઓગસ્ટ એટલે કે, વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ આદિવાસી પરિવાર દ્વારા રેલવે વિભાગ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે દાહોદ શહેરમાં આવેલી રેલવે પ્રવેશદ્વારની સામેના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યામા છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના આદિવાસી ભાઈ બહેનો નોંધપાત્ર સંખ્યામાં લોકો જોડાયા હતા.

દાહોદ ગોધરા રોડ રેલ્વે પ્રવેશ દ્વારની સામેના મેદાનમાં રેલવે વિભાગ, વન વિભાગ અને દાહોદ આદિવાસી પરિવારના સંયુક્ત ઉપક્રમે આજરોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સવારે 10:00 કલાકે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગામોના આદિવાસી ભાઈ - બહેનો તેમજ સર્વ ધર્મ સર્વ સંપ્રદાયના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા.

ત્યારબાદ સાંજના 6:00 દાહોદ શહેરમાં આવેલા બિરસા મુંડા સર્કલ પર કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ સર્વધર્મના વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં દીવડાઓ સળગાવી તેમજ બે મિનીટનું મૌન પાળી કોરોનામા મૃત્યુ પામેલ લોકો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.આ કાર્યક્રમમા પણ આદિવાસી ભાઈ બહેનો ઉપસ્થિત રહયા હતા.