તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણિયો જુગાર:લીમખેડાના પાણિયામા જાહેરમા જુગાર રમતા 8 જુગારિયા ઝડપાયા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બાતમીના આધારે દરેડો પાડી 10,260 રુ જપ્ત કર્યા

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં રમાતો હતો. પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રહેલ 8 જેટલા જુગારીઓને ઝડપી પાડતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં પરંતુ પોલીસે જુગારીઓને ચારેય તરફથી ઘેરી લઈ આઠેય જુગારીઓને ઝડપી પાડી દાવ પરથી રોકડા રૂપીયા 10,260તેમજ પત્તા પાના કબજે કર્યાંનું જાણવા મળે છે.

લીમખેડા તાલુકાના પાણીયા ગામે બસ સ્ટેશન નજીક જાહેર ખુલ્લી જગ્યામાં ભુપેન્દ્રભાઈ સુરપાળભાઈ પટેલ, જશુભાઈ સુરજભાઈ બારીઆ, મોહનભાઈ સુરસીંગભાઈ બારીયા,મીતેશભાઈ સુરપાળભાઈ ચૌહાણ,સુરેશભાઈ વાઘાભાઈ પટેલ,અર્જુનભાઈ સુરેશભાઈ બારીઆ,જશવંતભાઈ બાબુભાઈ પટેલ અને ચંન્દ્રસીંગ બાબુભાઈ બારીઆ (તમામ રહે. પાણીયા, તળાવ ફળિયું) નાઓ પત્તા પાના વડે પૈસા વડે હારજીતનો જુગાર રમતા હતા.

તેની પોલીસને બાતમી મળતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઓચિંતો છાપો મારતાં ઉપરોક્ત જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી .પરંતુ પોલીસે આઠેય જણાને ચારેય તરફથી ઘેરી લઈ ઝડપી પાડ્યાં હતાં. પોલીસે દાવ પરથી રોકડા રૂપીયા 10,260 અને પત્તા પાના કબજે લઈ ઉપરોક્ત આઠેય જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...