દાહોદ જિલ્લામં વર્ષ 2012માં સીમાંકન બાદ રણધિકપુર અને લીમડી વિધાન સભા બેઠકો રદ કરીને તેના સ્થાને ગરબાડા અને ફતેપુરા બેઠકો નવી બનાવવામાં આવી હતી. તેના કારણે જાતિ અને રાજકિય સમીકરણો બદલાઇ ગયા છે. નવા સીમાંકન મુંજબ 2012માં દાહોદ, ઝાલોદ, ગરબાડા, લીમખેડા, દેવગઢ બારિયા અને ફતેપુરા બેઠક ઉપર લડાયેલી ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસે ત્રણ-ત્રણ બેઠકો મેળવી હતી. જોકે, 2017માં પણ તેનું જ પૂનરાવર્તન થયું હતું. જોર લગાવ્યા છતાં કોઇ વધારાની બેઠક અંકે કરી શક્યુ ન હતું.
જિલ્લામાં આવખતે યોજાનારી ચૂંટણીમાં જાણીતા ચહેરા અને જાતિ સમીકરણ મહત્વના રહેશે તેમ જોવાઇ રહ્યું છે. આ વખતે ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીનો પણ પ્રવેશ થયો છે ત્યારે અસંતુષ્ટ કે પ્રતિસ્પર્ધિના તાબા વાળા વિસ્તારમાંથી મત ખેંચવા માટે માઇક્રોપ્લાનિંગ પણ જે તે ઉમેદવારોને કરવું પડે તેમ જોવાઇ રહ્યું છે. 2022માં પણ 2012ના સીમાંકન મુજબ જ ચૂંટણી લડાવાની છે.
દાહોદ : એસ.ટી મતદારોના પ્રભુત્વ વાળી બેઠક પર લઘુમતિ અને ઓબીસીના મતો પણ નિર્ણાયક સાબિત થઇ શકે છે
દાહોદ વિધાન સબા બેઠક વિસ્તારમાં ઉચવાણિયા, જાલત, ખરોદા, ખરોડ ગલાલિયાવાડની આખે આખી જિલ્લા પંચાયતની સીટો છે. આ સાથે ખંગેલાની બે તાલુકા પંચાયત અને બાવકાની બે તાલુકા પંચાયતની સીટો સાથે મોટી ખરજના ત્રણ ગામોને પણ દાહોદ બેઠકમાં સમાવેશ થયેલો છે. દાહોદ શહેર સાથે દાહોદ અને ગરબાડા તાલુકાના ગામો ભેગા કરીને આ બેઠક બનાવવામાં આવી છે.
જાતિ સમીકરણ | 2017 | 2022 |
ST | 135600 | 132938 |
SC | 3872 | 4537 |
OBC | 16154 | 18932 |
લઘુમતિ | 29510 | 34586 |
અન્ય | 4412 | 52261 |
ગરબાડા : એસ.ટી મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ધાનપુર તાલુકાની બે જિલ્લા પંચાયતની બેઠકોનો સમાવેશ છે
ગરબાડા :ગરબાડા વિધાન સભા બેઠકમાં આગાવાડા જિલ્લા પંચાયતની આખી સીટ, ખંગેલા તાલુકા પંચાયતની ત્રણ સીટ, મોટી ખરજના ત્રણ ગામો જેમાં નાની ખરજ, નગરાળા અને વરમખેડા, બાવકા તાલુકા પંચાયતની બે સીટ સાથે ધાનપુરની ખલતા અને નવાનગર ગરબડી જિલ્લા પંચાયતની સીટનો પણ ગરબાડામાં સમાવેશ થયેલો છે. દાહોદ, ગરબાડા અને ધાનપુર તાલુકા ગામોનો સમાવેશ કરીને આ બેઠક બનાવાઇ છે.
જાતિ સમીકરણ | 2017 | 2022 |
ST | 211512 | 215923 |
SC | 1700 | 2068 |
OBC | 4712 | 5736 |
લઘુમતિ | 465 | 0 |
અન્ય | 10393 | 13241 |
લીમખેડા : આઠ જિલ્લા પંચાયતની સીટના સમાવેશ સાથે સીંગવડ તાલુકાના ગામોને પણ આ બેઠકમાં સમાવાાયા છે
લીમખેડા : એસટી મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ઓબીસી મતો પણ નિર્ણાયક છે. લીમખેડા વિધાન સભા બેઠકમાં રઇ, ચીલાકોટા, દાભડા, સુડીયા, મેથાણ, મોટી બાંડીબાર, માંડલી અને દુધિયા એમ કુલ આઠ જિલ્લા પંચાયતની સીટનો સમાવેશ થાય છે. સિંગવડ તાલુકાના પણ તમામ વિસ્તાર પણ લીમખેડા વિધાન સભા બેઠકમાં જ સમાવાયેલા છે. લીમખેડા અને સિંગવડ તાલુકાના ગામોનો જ આ બેઠકમાં સમાવેશ થયેલો છે.
જાતિ સમીકરણ | 2017 | 2022 |
ST | 104973 | 125627 |
SC | 2865 | 3428 |
OBC | 56190 | 66632 |
લઘુમતિ | 3036 | - |
અન્ય | 19599 | 22514 |
ફતેપુરા : સંજેલીની બે જિલ્લા પંચાયત બેઠક સાથે ઝાલોદ તાલુકાના પણ એક ગામનો વિધાનસભા બેઠકમાં સમાવેશ
ફતેપુરા : ફતેપુરા વિધાન સભા બેઠકમાં સલરા, ઘુઘસ, મોટીરેલ, મારગાળા, લખનપુર નિંદકાપૂર્વ જિલ્લાપંચાયતની સીટો સાથે સંજેલી તાલુકાના ચમારિયા અને હિરોલા જિલ્લા પંચાયત બેઠકનો સમાવશે થયેલો છે. આ સાથે ઝાલોદ તાલુકાનું એક માત્ર કદવાલ ગામ ફતેપુરા બેઠકમાં સમાવાયુ છે. આમ ફતેપુરા-ઝાલોદનું એક ગામ અને સંજેલી તાલુકાને ભેગા કરીને આ બેઠક બનાવવામાં આવી છે.
જાતિ સમીકરણ | 2017 | 2022 |
ST | 184450 | 218739 |
SC | 3872 | 3099 |
OBC | 7870 | 9332 |
લઘુમતિ | 2945 | 9804 |
અન્ય | 8710 | 9804 |
દેવગઢ બારિયા : ધાનપુર તાલુકાના ગામો ધરાવતી આ બેઠક પર ઓબીસી મતદારો સાથે એસટી મત નિર્ણાયક ભૂમિકામાં છે
દેવગઢ બારિયા : ઓબીસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી દેવગઢ બારિયા વિધાન સભાની બેઠકમાં ગુણા, પીપલોદ, ઝાબ, સાગટાળા, કાળી ડુંગરી જિલ્લા પંચાયતની સીટો સાથે ધાનપુર તાલુકાની પીપેરો, સજોઇ અને નળુ જિલ્લા પંચાયતની સીટોનો સમાવેશ આ બેઠકમાં કરવામાં આવ્યો છે. દેવગઢ બારિયા નગર સાથે તાલુકા અને ધાનપુર તાલુકાના કેટલાક ગામોનો આ બેઠકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જાતિ સમીકરણ | 2017 | 2022 |
ST | 65583 | 77896 |
SC | 3028 | 4142 |
OBC | 125303 | 148829 |
લઘુમતિ | 3438 | -- |
અન્ય | 20668 | 28039 |
ઝાલોદ : એસટી મતદારોની બહુમતી ધરાવતી આ બેઠકમાં સંજેલી તાલુકાના ગામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે
ઝાલોદ : ઝાલોદ વિધાનસભા બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં એસ.ટી મતદારોનું પ્રભુત્વ વધુ છે. સાથે અન્ય મતદારો પણ નિર્ણાયક છે. જોકે ઝાલોદ વિધાનસભા બેઠકમાં ચાકલિયા, પાવડી, આંબા, સીમલિયા, કદવાલ, લીમડી, ગરાડુ, વગેલા અને ગામડી જિલ્લા પંચાયતની સીટનો વિસ્તાર આવે છે. ઝાલોદ નગર, ઝાલોદ તાલુકો અને સંજેલી તાલુકાના ગામો ભેગા કરીને આ વિધાનસભા બેઠકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જાતિ સમીકરણ | 2017 | 2022 |
ST | 182595 | 218411 |
SC | 5200 | 5218 |
OBC | 8790 | 10513 |
લઘુમતિ | 2875 | 3439 |
અન્ય | 19244 | 23008 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.