તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ જિલ્લામાં આજે કોરોના સંક્રમણ કેસમાં પોઝીટીવ દર્દીઓનો રાફડો ફાટ્યો છે. આજે એક સાથે 29 દર્દીઓ કોરોના પોઝીટીવ હોવાની ખબરો સાથેજ જિલ્લા આરોગ્ય તંત્ર સહિત જિલ્લાવાસીઓમાં કોરોના સંક્રમણના વધતાં પ્રકોપને કારણ ફફડાટ ફેલાયો છે. વધતાં કોરોના સંક્રમણને પગલે દાહોદ જિલ્લામાં મૃત્યુ આંક પણ વધતો જોવા મળી રહ્યો છે. આજે વધુ 2 દર્દીઓના કોરોનાથી મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ જિલ્લામાં હવે કોરોના સંક્રમણના કેસોમાં કુદકેને ફુસકે વધારો જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં હાલ લગ્નસરાની સીઝન હોઈ બજારોમાં ખરીદી માટે તેમજ અન્ય કામકાજ માટે લોકોની ભારે અવર જવર જોવા મળી રહી છે. બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ તેમજ માસ્ક ન પહેરતાં લોકો પણ જોવા મળી રહ્યાં છે ત્યારે આજે એક સાથે 29 દર્દીઓ કોરોના સંક્રમણની ઝપેટમાં આવતાં આરોગ્ય તંત્ર પુનઃ દોડતું થયું છે. આ 29 પૈકી દાહોદ અર્બનમાંથી 8, દાહોદ ગ્રામ્યમાંથી 4, ઝાલોદ ગ્રામ્યમાંથી 1, દેવગઢ બારીઆ અર્બનમાંથી એક સાથે 10 કેસો સામે આવ્યાં છે ત્યારે લીમખેડામાંથી 1, ફતેપુરામાંથી 4 અને સંજેલીમાંથી 1 કેસનો સમાવેશ થાય છે.
વધતાં કેસોની સામે હોસ્પિટલમાં રજા આપતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે અને ક્યાંકને ક્યાંક આ એક રાહતના સમાચાર પણ છે. આજે એકસાથે 20 દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને રજા આપવામાં આવી હતી પરંતુ એક્ટીવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જે એક ચિંતાનો વિષય પણ છે અત્યાર સુધી 191 લોકો કોરોના સંક્રમણને પગલે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આ તો માત્ર સરકારી આંકડા છે પરંતુ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓનો આંકડો તો કંઈક જુદો જ છે.
મૃત્યુ દરની વાત કરીએ તો આજે વધુ 2 દર્દીઓ કોરોઓના કોરોનાથી મોત નીપજતાં મૃત્યુ આંક 108ને પાર થઈ ચુંક્યો છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.