તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:દાહોદ જિલ્લમાં આજે કોરોનાના નવા  97 કેસ નોંધાયા, 105 દર્દીઓએ કોરોનાને માત આપી

દાહોદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. તેવા સમયે આજે માત્ર 1334 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમ છતાં 97 વધુ દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. આ સપ્તાહમાં બીજી વખત સૌથી ઓછા ટેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે હવે તંત્રની ટેસ્ટ કરવાની નિતી સામે પ્રશ્નાર્થો સર્જાયા છે. મુખ્યમંત્રીએ આપેલા મહત્તમ ટેસ્ટીંગ અને ટ્રેસીંગના મંત્ર પણ ભુલાઇ ગયો હોય તેમ લાગી રહ્યુ છે.

આજે રેપીડ અને RT-PCR બંન્ને ટેસ્ટ ઓછા થયા દાહોદ જિલ્લામાં રેપીડ ટેસ્ટની કીટ ઉપલબ્ધ ન હોવાથી તારીખ ચાર મેના રોજ સમગ્ર જિલ્લામાં મળીને માત્ર 392 જ રેપીડ અન્ટીજન ટેસ્ટ કરાયા છે. તેમાંથી 35 પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ RT-PCR ટેસ્ટ પણ ફક્ત 942 જ કર્યા છે જે 1000થી પણ નીચે છે.તેમ છતાં 97 પોઝિટિવ નોંધાયા છે તે આંકડો ટેસ્ટની સરખામણી અને સપ્તાહની સરેરાશ પ્રમાણે વધારે કહી શકાય તેમ છે.

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના આંક વધી ગયો

કોરોનાની પ્રથમ લહેરમાં શહેરી વિસ્તારોમાં જ કોરોના વધુ જોવા મળતો હતો. જેમાં જિલ્લા મથક દાહોદ શહેર મોોખરે હતુ પરંતુ બીજી લહેરમાં કોરોનાએ ગામડાંઓમાં કાળો કેર વર્તાવ્યો છે. જેથી કુલ આંક હવે ગ્રામ્યમાં વધી ગયો છે. તેને પરિણામે આજની સ્થિતિએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 2930 કેસ નોંધાયા છે જ્યારે શહેરી વિસ્તારોમાં 2614 કેસ નોંધાઇ ચુક્યા છે.

ફતેપુરા તાલુકામાં સૈોથી વધુ કેસ મળ્યા

ફતેપુરા તાલુકાના કેટલાક વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યયુ છે. તેમ છતાં ફતેપુરા તાલુકામાં આજે મહત્તમ 17 કેસ મળ્યા છે. ત્યારબાદ દાહોદ શહેરમાં 14, ગ્રામ્યમાં સાત, જાલોદ શહેરમાં એક, ગ્રામ્યમાં સાત, દેવગઢ બારીયા શહેરમાં શૂન્ય અને ગ્રામ્યમાં પણ શૂન્ય, લીમખેડા તાલુકામાં નવ, સીંગવડ તાલુકામાં સાત, ગરબાડા તાાલુકામાં આઠ, ધાનપુર તાલુકામાં છ અને સંજેલી તાલુકામાં 12 કેસ નોંધાયા છે. આજે આઠ દર્દીઓના મોત પણ નીપજ્યા છે પરંતુ 105 દર્દી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો