તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં આજે કોરોનાના 95 નવા કેસ, 3 દર્દીના મોત

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે 107 દર્દી ડીસ્ચાર્જ થયા

દાહોદ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 95 કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે બીજી તરફ આજે 03 દર્દીઓએ કોરોથી જીવ ગુમાવ્યાં છે.

દાહોદ જિલ્લામા આર.ટી.પી.સી.આર.ના 1691 પૈકી 60 અને રેપીડ ટેસ્ટના 1182 પૈકી 17 મળી આજે કુલ 95 કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ 95 પૈકી દાહોદ અર્બનમાંથી 09,, દાહોદ ગ્રામ્યમાંથી 05 ઝાલોદ અર્બનમાંથી 01 ઝાલોદ ગ્રામ્યમાંથી 18 , દેવગઢ બારીઆ અર્બનમાંથી 08 દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી 14 લીમખેડામાંથી 09, સીંગવડમાંથી 02 ગરબાડામાંથી 07 ધાનપુરમાંથી 05 ફતેપુરામાંથી 13 અને સંજેલીમાંથી 04 કેસનો સમાવેશ થાય છે.

ઘટતાં કેસોની સાથે રાહતના સમાચાર એ પણ છે કે, દાહોદ જિલ્લામાં કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આજે એકસાથે 107 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે એક્ટીવ કેસની સંખ્યા પણ ઘટીને 747 પર પહોંચી છે. દાહોદ જિલ્લામાં આજે વધુ 03 દર્દીઓના કોરોનાથી મોત નીપજતાં જિલ્લામાં કુલ મૃત્યુઆંક 311 ને પાર પહોંચી ગઈ છે. દાહોદ જિલ્લામાં હવે મંથર ગતિએ કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે અને આશા છે કે, આવનાર દિવસોમાં કોરોનાના કેસો ઘટવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...