તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કાળીતળાઇ પાસે કાર ડિવાઇડર કૂદી ટેન્કર સાથે અથડાઇ : ચાલકનું મોત

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાઓ થતાં ઝાલોદના 25 વર્ષિય યુવકનું ઘટનાસ્થળે જ મોત
  • ટેન્કરને નુકસાન થતાં ચાલકે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર કાળીતળાઇ પાસે સામેથી આવતી કાર ડીવાઇડર કુદી ટેન્કરના આગળના ભાગે અથડાઇ ફેકાઇ જતાં કારના ચાલકને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. જ્યારે ટેન્કરને નુકસાન થયું હતું. આ સંદર્ભે ટેન્કર ચાલકે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના બસ્તી જીલ્લાના ગોપાલપુર કોઇલસા ગામના દુર્ગેશભાઇ શ્રીશ્યામસુંદર ચમાર ગતરાત્રે પોતાનું MP-13-H-07230 નંબરનું ટ્રેન્ટર લઇને ભોપાલથી ભરૂચ (દહેજ) એલ.પી.જી. ગેસ ભરવા જતા હતા.

ત્યારે અમદાવાદ ઇન્દોર હાઇવે રોડ ઉપર કાળીતળાઇ ગામેથી પસાર થતાં પોણા બારેક વાગ્યાના અરસામાં સામેથી આવતી GJ-20-AH-9329 નંબરની ફોર વ્હીલ ગાડીના ચાલકે ડીવાઇડર કુદાવી ટેન્કરને આગળના ભાગે અથડાઇ રોડની બાજુમાં ફેકાઇ જતાં કારના ચાલક 25 વર્ષિય ધ્રુજલકુમાર રાજેન્દ્રકુમાર પટેલને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. ટેન્કર ચાલકે પોતાનું વાહન ઉભુ રાખી કારમાં તપાસ કરતાં ચાલક ભેભાન અવસ્થામાં જોવા મળ્યો હતો. અકસ્માત થતાં આજુબાજુમાંથી લોકો ભેગા થઇ ગયા હતા.

ઇજાગ્રસ્તને 108 દ્વારા દાહોદના સરકારી દવાખાનામાં સારવાર માટે લઇ જતાં ડોક્ટરે તપાસ કરતાં મૃતઘોષિત કર્યા હતા. અકસ્માતમાં ટેન્કરને પણ નુકસાન થતા ટેન્કરના ચાલકે આ સંદર્ભે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...