પરિણામની ગતિ ધીમી:રાતના 9 વાગ્યા સુધી 327માંથી 193 પંચાયતના પરિણામ આવ્યાં

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લામાં પરિણામ આવવાની ગતિ ધીમી જોવા મળી
  • જિલ્લામાં ઢગલાબંધ મત રદ થયા : કેટલાંકે તો નોટાનો પણ ઉપયોગ કર્યો : વિજેતા ઉમેદવારોનો જશ્ન, હારેલામાં દુ:ખ

દાહોદ જિલ્લામાં 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાયુ હતુ. જેનુ આજે પરિણામ મંગળવારે જાહેર થયુ હતું. જિલ્લાની 324 સામાન્ય અને 3 પેટા ચુંટણીમાં 80.41 ટકા મતદાન થયું હતું. આ ચુંટણીનું પરિણામ જાણવા માટે મતદારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. મત ગણતરીને લઈને તંત્રએ તમામ તૈયારીઓ સોમવારે જ આટોપી લીધી હતી. પોલિસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સવારના નવ વાગ્યે મતગણતરી શરૂ થતાં આખા જિલ્લામાં મતગણતરી સ્થળે લોકોના ટોળે-ટોળા ભેગા થયેલા જોવા મળ્યા હતાં.

વિવિધ પ્રોસેસને કારણે અપેક્ષા મુજબ આખા જિલ્લામાં પરિણામની ગતિ ધીમી જોવા મળી હતી. રાતના આઠ વાગ્યા સુધી 327માંથી 192 ગ્રામ પંચાયતના પરિણામ જ ઘોષિત થઇ શક્યા હતાં. જિલ્લામાં ઢગલાબંધ મત રદ થયા હતા અને કેટલાંક મતદારોએ તો નોટાનો ઉપયોગ પણ કર્યો હોવાની માહિતી મળી છે.એક-એક કરીને પરિણામ જાહેર થતાં વીજેતા ઉમેદવારના ટેકેદારો જશ્ન મનાવતા જોવા મળ્યા હતા જ્યારે હારી ગયેલા ઉમેદવારના ટેકેદારોના મોઢો રીતસરનું દુખ જોવાતુ હતું. એકંદરે શાંતિપૂર્ણરીતે સમગ્ર મતગણતરીની પ્રક્રિયા તંત્ર દ્વારા મોડીરાત સુધી ચલાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...