ધરપકડ:ચોરી કરેલી બાઇકો ખરીદી વેચતા દે.બારિયાના 2 ઝબ્બે

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇકો વડોદરા, હાલોલ અને અલીરાજપુરની નીકળી

દાહોદ જિલ્લામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડિયા અને એસ.પી બલરામ મીણાના માર્ગદર્શનમાં એલસીબી પી.આઇ એમ.કે ખાંટની સૂચનાથી એલસીબીની ટીમે દેવગઢ બારિયાના બસ સ્ટેન્ડ પાસે વાહન ચેકિંગ કરી નંબર વગરની બજારા કેટીએમ બાઇક લઇ નીકળેલા દેવગઢ બારિયાના ભે દરવાજા ના મહંમદ ઉસરાન મહંમદનિસાર મકરાણી અને મહેબુબ ઉર્ફે ઝુલ્લુ મકસુદ અરબને રોકીને બાઇકના કાગળો નહીં મળતાં પોકેટકોપ દ્વારા તપાસ કરતા બાઇક હરિયાણાના રેવારી ગામના સાગર વીજયની તેમજ આ સહિતની અન્ય ત્રણ બાઇક મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં રહેતાં તૌસિફ નામક યુવક પાસેથી સસ્તા ભાવે ખરીદી હોવાની કબૂલાત કરી હતી.

એલીસીબીએ તપાસ કરીને હાલોલમાંથી ચોરાયેલી સ્પલેન્ડર, મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના આમ્બુઆ પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી સ્પલેન્ડર તેમજ વડોદરાના બાપોદ વિસ્તારમાંથી ચોરાયેલી યામાહા કંપનીની આર15 અને કેટીએમ કબજે લીધી હતી. 3,05,000 રૂપિયાની કિંમતની બાઇકો જપ્ત કરીને એલસીબીએ આગળની ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...