તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઝાલોદના કાળી મહુડીમાં પુરપાટ દોડી આવતી એક એસટી બસના ચાલકની ગફલતના કારણે રવજી ફળિયા નાળા સ્ટેશન પાસે રોડની બાજુમાં પાણીના નિકાલ માટે ચણેલ ચણતર પર ચડાવી દઈ એક ઘરના આંગણા સુધી લાવી માળા નીચે બાંધેલ ઢોરો સાથે અથડાવતા એક બળદનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ બળદ, એક ભેંસ તથા ત્રણ ગાયોને ઇજા થઇ હતી. જ્યારે લાઈટનો થાંભલો પડી જતાં બસના કાચ તૂટી જતા નુકસાન થયું હતું.
શનિવારે સવારે દશેક વાગ્યાના સુમારે એક એસટી બસ ચાલક બસ પૂરઝડપે હંકારી જઇ રહ્યા હતા. ત્યારે કાળીમહુડી ગામ પાસે ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા રવજી ફળિયામાં રોડની બાજુમાં પાણીના નિકાલ માટે ચણેલ ચણતર ઉપર ચડાવી દઇ ધુળીયાભાઇ શક્કરીયાભાઇ કટારાના ઘરના આંગણા સુધી લઇ જઇ આંગણામાં બનાવેલ માળો પાડી દીધો હતો. માળા નીચે બાંધેલા ઢોરોને ટક્કર વાગતાં એક બળદનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ બળદ અને એક ભેંસ તથા ત્રણ ગાયોને ઇજાઓ થઇ હતી. તેમજ લાઇટનો થાંભલો પણ પડી જતાં એસટી બસના કાચ તૂટી જતાં નુકસાન થયું હતું.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.