તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ નગરપાલિકાની નવ વોર્ડની 36 બેઠકો માટેની ચૂંટણી માટે કુલ મળીને 162 ફોર્મ ભરાયા હતા. જે પૈકીના કુલ 19 ફોર્મ વિવિધ કારણોસર અમાન્ય ઠરતા હવે 36 બેઠકો માટે સોમવાર સુધી 143 ઉમેદવારો મેદાનમાં છે. જોકે, મંગળવારે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી સ્થિતિ સ્પષ્ટ થશે.
છેલ્લા 25 વર્ષથી ભાજપના એકધારા તાબા હેઠળની દાહોદ પાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ, આપ, અન્ય પક્ષો કે અપક્ષ ઉમેદવારોનો રાફડો થયા બાદ ચૂંટણી અત્યંત રસાકસીભરી રહેશે તેવા એંધાણ બાદ ફોર્મ ચકાસણી પ્રક્રિયા અંતર્ગત 162 પૈકીના 19 ફોર્મ રદ થતા સોમવારે 36 બેઠકો માટે 143 ઉમેદવારો બાકી રહ્યા હતાં. તા.16 ફેબ્રુઆરીની સાંજે ફોર્મ ખેંચવાની અંતિમ અવધિ સમાપ્ત થયા બાદ જ ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર-6માંથી સૌથી વધુ 5 ફોર્મ રદ થયા હતા તો વોર્ડ નંબર-3માંથી એકેય ફોર્મ રદ થયા ન હતા.
ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા અંતર્ગત વોર્ડ નંબર-1માં કોંગ્રેસના મુફદ્દલ બોરીવાલા, વોર્ડ નંબર-2માં કોંગ્રેસના હુસેન જાદલીવાલા અને શીતલ એચ. પરમાર, આમ આદમી પાર્ટીના દિશાંત બામણીયા, વોર્ડ નંબર-5 ઉર્મિલા સંગાડા અને કેઝાર ભાભરાવાલા, વોર્ડ નંબર-6માં કોંગ્રેસના મારિયા ભાટીયા, હુસેન ગાંગરડીવાલા અને કાઈદજોહર ભેવાલા, વોર્ડ નંબર-7માં કોંગ્રેસના અરવા પીટોલવાલા, વોર્ડ નંબર-8માં કોંગ્રેસના સાયરા મન્સુરીને પક્ષનો મેન્ડેટ ન મળતા ફોર્મ રદ થયા હતા.
તો વોર્ડ નંબર-1માં બી.ટી.પી.માંથી ફોર્મ ભરી ચુકેલા મેહુલ સોયડા પાલિકાના મતદાર જ ન હોવાથી, વોર્ડ નંબર-2ના બી.ટી.પી.ના જ્યોતિકુમાર બામણીયાને પુરતી સંખ્યામાં ટેકેદારો ના હોઈ, વોર્ડ નંબર-2ના રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના દિલીપ પોસરાને દરખાસ્ત કરનાર અને ટેકેદાર એક જ વ્યક્તિ હોઈ તથા વોર્ડ નંબર-4ના ભાજપના તુલસી જેઠવાણી, વોર્ડ નંબર-6ના ભાજપના નિરજ(ગોપી) દેસાઈ અને બી.ટી.પી.ના પ્રકાશ બારીયા વોર્ડ નંબર-9ના ભાજપના દિપેશ લાલપુરવાલા અને ભાજપના જ ચંદ્રકાન્તાબેન ધાનકાએ ભરેલા બે-બે ફોર્મ પૈકી એકને મેન્ડેટ પ્રાપ્ત થતા કુલ મળીને 19 ફોર્મ અમાન્ય ઠરતા રદ થયા હતા.
વોર્ડ | ભરાયેલ ફોર્મ | રદ ફોર્મ | |
1 | 17 | 2 | |
2 | 17 | 5 | |
3 | 14 | 0 | |
4 | 18 | 1 | |
5 | 22 | 2 | |
6 | 23 | 5 | |
7 | 17 | 1 | |
8 | 13 | 1 | |
9 | 21 | 2 |
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.