હુમલો:પુંસરી ગામમાં પગ ભાંગ્યા, માથામાં તલવાર ઝીંકી યુવકની હત્યાનો પ્રયાસ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉમેદવારી કેમ નોંધાવી કહી હુમલો

દાહોદ તાલુકાના પુંસરી ગામમાં મતદાનની સાંજે 6.30 વાગ્યે રાકેશ મથુર ભુરિયા સહિતના ટોળાએ અરવીંદ રતના ભુરિયાને તે અમારી સામે ઉમેદવારી નોંધાવી હતી, આજે તમને જીવતા છોડવાના નથી કહીને બોલાચાલી કરી હતી. બંને પક્ષના લોકો સામસામે આવી જતાં રાકેશે મનુ વીરસિંગ ભુરિયા ઉપર તલવાર માથામાં ઝીંકી હતી. માના ભુરિયાએ પગે ધારિયુ જ્યારે લીલેશ ભુરિયાએ લોખંડની પાઇપ પગો ઉપર ઝીંકીને ફ્રેક્ચર કરી નાખ્યુ હતું. આ સાથેરાજુ ભુરિયાને પણ કનુ ભુરિયાએ તલવાર મારી કમરે ઘાયલ કર્યો હતો.

રમીલાબેન ભુરિયાને પણ લોખંડની પાઇપ ઝીંકવામાં આવી હતી. જતનાભાઇ ભુરિયા સહિતના લોકોને પણ ટોળા દ્વારા ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. જતનાભાઇની ફરિયાદના આધારે દાહોદ તાલુકા પોલીસે ધિંગાણા અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. આ બાબત ભારે ચર્ચામાં રહી હતી.

અન્ય સમાચારો પણ છે...