તસ્કરી:લીમડીમાં બંધ મકાનના તાળા તોડી 90 હજારની તસ્કરી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકર તોડી સોના-ચાંદીના સિક્કા અને દાગીના લઇ ગયા

લીમડીના પ્રજાપતિ વાસમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર તસ્કરોએ તાળા તોડી તીજોરીનું લોકર તોડી અંદર મુકેલા સોના ચાંદીના સિક્કા તથા દાગીના મળી કુલ 90,000 રૂ.ની મત્તા ચોરી કરી લઇ ગયા હતા. આ સંદર્ભે લીમડી પોલીસે ગુનો નોંધી ચોર તસ્કરોની શોધખોળના ચક્રો ગતિમાન કરી કાર્યવાહી હાથ ધરી હતી. \

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પ્રજાપતિ વાસમાં રહેતા રમણભાઇ લખાભાઇ પ્રજાપતિના બંધ ઘરને નિશાન બનાવી અજાણ્યા ચોર તસ્કરોએ તા.1 નવેમ્બરની રાત્રે નિશાન બનાવી ઘરના આગળના દરવાજાને મારેલા તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘુસી જીતેન્દ્રભાઇના રૂમમાં મુકેલ લોખંડની તિજોરી તોડી તેમા મુકી રાખેલો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. તેમજ તિજોરીના લોકર તોડી તેમાં મુકેલ સોના-ચાંદીનો સિક્કો અંદાજે 10,000 રૂ. તથા સોનાનુ એક મંગળસુત્ર, એક સોનાની વીંટી, 2 સોનાની કાનની બુટ્ટી, 2 સોનાના કાનના સેલર, 1 સોનાની નાકની વાળી મળી અંદાજે 4 તોલાના જુના દાગીના જેની કિંમત અંદાજે 80,000 મળી કુલ 90,000ની મત્તા ચોરી કરી લઇ ગયા હતા. રમણભાઇ લખાભાઇ પ્રજાપતિ ઘરે પરત આવતાં દરવાજાના તાળા તુટેલા જોવા મળતાં ઘરમાં જઇને તપાસ કરતાં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...