આયોજન:ચૂંટણી સંદર્ભે ગુજરાત-MPના પોલીસ અધિકારીઓની ઇન્દોરમાં બોર્ડર મીટિંગ

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતને મધ્યપ્રદેશની બોર્ડર અડે છે તે તમામ વિસ્તારોમાં સંકલનની સમજૂતી

ગુજરાત રાજ્યમાં વિધાન સભાની ચૂંટણી સંદર્ભે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે જ્યાં-જ્યાં મધ્ય પ્રદેશની બોર્ડર ગુજરાત રાજ્યને અડે છે ત્યાં ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ બનેલી રહે તે માટે બંને રાજ્યના સિનિયર પોલીસ અધિકારીઓની બોર્ડર મીટિંગનું આયોજન ઇન્દોર ખાતે કર્યું હતું. બંને વિસ્તારના બોર્ડર વિસ્તારમાં સંકલનથી કામગીરી કરવાની સમજૂતી મીટિંગમાં થઇ હતી.

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે મધ્યપ્રદેશ તથા ગુજરાત રાજ્યના ટોપ સિનિયર અધિકારીઓ દ્વારા બોર્ડર મીટિંગનું આયોજન કરવામાં મધ્ય પ્રદેશના ઇન્દોર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે જરૂરી મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં IG ઇન્દોર રૂરલ રેન્જ, રાકેશ ગુપ્તા, DIG ઇન્દોર રૂરલ રેન્જ, ચંદ્રશેખર સોલંકી, DIG ગોધરા રેન્જ, ચિરાગ કોરડીયા (ગુજરાત), SP દાહોદ બલરામ મીના, છોટાઉદેપુર ધર્મેન્દ્ર શર્મા (ગુજરાત), SP ઝાબુઆ મનોજ કુમાર સિંઘ, અલીરાજપુર અગમ જૈન (મધ્યપ્રદેશ)ના અધિકારીઓએ હાજર રહ્યા હતા. ચૂંટણી દરમિયાન બંને રાજ્યની પોલીસ સંકલનમાં રહીને એકબીજાના રાજ્યમાં ગુનાખોરી કરતાં ગુનેગારોને સંયુક્ત કોમ્બિંગ તેમજ કોર્ટમાંથી વોરંટ કઢાવવા સાથે દારૂની હેરાફેરી ઉપર પણ પ્રતિબંધની કાર્યવાહી સંકલન કરીને કરશે.

અન્ય સમાચારો પણ છે...