ગુજરાતમાં હાલમાં વિધાનસભાની ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે. બીજી બાજુ વહિવટી અને પોલીસ તંત્ર દ્વારા પણ દાહોદ જિલ્લાના ગામોને અડતી રાજસ્થાન મધ્યપ્રદેશની સરહદો સીલ કરી દેવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલ઼ેગરોના પ્રયાસોને પોલીસ નિષ્ફળ બનાવી રહી છે. દાહોદ જિલલાના વિવિધ વિસ્તરોમાં પોલીસના ચુસ્ત બંદોબસ્તના પગલે બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતાં ઝડપાઇ ગયા હતાં.
ભથવાડાથી કારમાં આણંદ જતાં 77 હજારના દારૂ સાથે 2 ઝબ્બે, દારૂની તથા બે મોબાઇલ અને કાર મળી 3 લાખ નો મુદ્દામાલ જપ્ત
દેવધા અને પાંચવાડાના બે સામે પીપલોદ પોલીસે ગુનો દાખલ કર્યો
દાહોદ જિલ્લાના ભથવાડા ટોલનાકા ખાતેથી ક્રેટા ગાડીમાં આણંદ લઇ જવાતા 77,040 રૂપિયાના દારૂ સાથે ગરબાડા તાલુકાના બે ખેપિયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જથ્થો તથા બે મોબાઇલ અને વાહન મળી કુલ 3,80,540 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી પીપલોદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પીપલોદ પોલીસ મથકનો સ્ટાફ ભથવાડા ટોલનાકા ખાતે વાહન ચેકીંગની કામગીરીમાં હતો. તે દરમિયાન અ.હે.કો. અજીતભાઇ સકનભાઇને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે લીમખેડા રોડ તરફથી જીજે-17-બીએ-9300 નંબરની હયુન્ડાઇ કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લઇ આણંદ તરફ જનાર છે.
જેની જાણ ભથવાડા ટોલનાકે હાજર સ્ટાફને કરતાં બાતમીવાળી કારની વોચમાં હતા. તે દરમિયાન કાર આવતાં તેને રાત્રે લાઇટ બતાવી ઉભી રાખવાનો સંકેત કરતાં ચાલકે ગાડી થોડે દૂર ઉભી રાખી હતી. ગાડીમાં સવાર બે વ્યક્તિઓની પુછપરછ કરતાં ચાલકે તેનું નામ દેવધા ગામનો અરવિંદ નંદિયા દેહધા તેની સાથે પાંચવાડાનો રામસિંહ નિનામા જણાવ્યું હતું. ગાડીમાં તપાસ કરતાં દારૂ ની 15 પેટી જેમાં રૂા. 77,040 ના કુલ 720 પ્લાસ્ટીકના ક્વાટરીયા મળ્યા હતા. જથ્થો તથા બે મોબાઇલ રૂા. 3500ના અને ક્રેડા ગાડી મળી કુલ 3,80,540 રૂા.ના મુદ્દામાલ સાથે બન્નેની ધરપકડ કરી પીપલોદ પોલીસે ગુનો નોંધ્યો હતો.
મોટી ખરજથી 31 હજારનો દારૂ ઝડપાયો
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામના માળ ફળિયામાં રહેતો કલ્પેશ નહસિંગ મોહનિયા તેના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની દાહોદ તાલુકા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં પોલીસને જોઇ બુટલેગર ઘર ખુલ્લુ મુકી નાસી ગયો હતો. ઘરમાં તપાસ કરતાં રૂ.31,536ની ઇંગ્લિશ દારૂની અલગ અલગ માર્કાની 312 બોટલો મળી આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.