દારૂની હેરાફેરી:દાહોદના ભથવાડા ટોલનાકાથી ફોર વ્હીલરમા વિદેશી દારુ લઈને જતાં કચ્છ અને મોરબીના બુટલેગરો ઝડપાયા

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.20 લાખનો દારુ અને 3 લાખની ગાડી મળી 4.20 લાખનો મુદ્દામાલ જપ્ત

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પર પોલીસ પેટ્રોલિંગમા ઉભી હતી.ત્યારે પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા. 1,20080ના જથ્થા સાથે ફોર વ્હીલર મળી કુલ રૂા. 4,20080ના મુદ્દામાલ સાથે બે બુટલેગરની અટકાયત કરી છે.

પોલીસે તમામ વાહનોની ચકાસણી હાથ ધરી હતી.
ગત તા.5મી સપ્ટેમ્બરના રોજ પીપલોદ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે ભથવાડા ટોલનાકા પાસે નાકાબંધી કરી હતી. તે વેળાએ આવતાં જતાં તમામ વાહનોની તલાસી હાથ ધરવામા આવી હતી.કોઈ પણ વાહનમા વિદેશી દારુ લઈ જવાય છે કે કેમ તેના માટે મળેલી માહિતી પ્રમાણે પોલીસ સંપૂર્ણ સતર્ક હતી.

બાતમીમાં દર્શાવેલી ગાડી આવતાં જ પોલીસે ઘેરી લીધી
આ સમયે જ ત્યાંથી બાતમીમાં દર્શાવ્યા મુજબની એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસે તેને રોકી લીધી હતી. ગાડીમાં સવાર કુલદીપદાન ભારતદાન ચારણ (રહે. કચ્છ) અને વિજયભાઈ જયંતિભાઈ પટેલ (રહે. મોરબી) બંન્નેની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. 2760 કિંમત રૂા. 1,20080ના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. 4,20080નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પીપલોદ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...