તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોજદારી:કંજેટામાં ઘરમાંથી 32,000ના દારૂ સાથે બૂટલેગર ઝડપાયો, દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટર નંગ 27 મળ્યા

દાહોદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

દાહોદ જિલ્લાના ધાનપુરના કંજેટામાં ઘરમાંથી 32,400 રૂપિયાના દારૂ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ મથકનો સ્ટાફ ગતરોજ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન કંજેટા માળીયા ફળિયામાં રહેતો મહેશ ઉર્ફે પિન્ટુ સરદાર માવી તેના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેઇડ કરતાં મહેશ ઉર્ફે પિન્ટુ માવી ઘરે હાજર મળી આવતાં તેને સાથે રાખી ઘરમાં તલાસી લેતાં એક ખુણામાંથી કપડાની થેલીમાં ભરી રાખેલ વિદેશી દારૂના પ્લાસ્ટીકના ક્વાટર મળી આવ્યા હતા.

જેને બહાર કાઢી જોતાં રોયલ બાર વિસ્કી 180 મિ.લી.ની પ્લાસ્ટીકના ક્વાટર નંગ 27 જેની કિંમત 32,400ની મળી આવી હતી. દારૂના જથ્થો સાથે મહેશ ઉર્ફે પિન્ટુ માવીની ધરપકડ કરી ધાનપુર પોલીસે તેની વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો