તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બૂટલેગરની ધરપકડ:વરમખેડાથી 1.10 લાખના દારૂ સાથે બૂટલેગરની ધરપકડ કરાઇ

દાહોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • પતરાવાળા મકાનની અંદર દારૂની પેટીઓ સંતાડી હતી

દાહોદ તાલુકા પોલીસે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે વરમખેડાથી ઘરમાં 1.10 લાખના દારૂના જથ્થો સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. દાહોદ તાલુકા પોલીસ મથકના સિનીયર પી.એસ.આઇ. એન.એન.પરમાર તથા પી.એસ.આઇ. જે.કે.બારિયા તથા સ્ટાફના પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન વરમખેડા ગામે પુજારા ફળીયામાં રહેતો ભરત માનસીંગ પરમાર પોતાના પતરાવાળા કાચા રહેણાંક મકાનમાં વિદેશોી દારૂની પેટીઓ મુકી રાખી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દારૂની રેઇડ કરતાં ભરત માનસીંગ પરમાર મળી આવતાં તેને સાથે રાખી ઘરમાં તલાસી લેતામાં મકાનના એક ખુણામાં મુકી રાખેલ ખાખી તથા લાલ કલરના 26 બોક્ષ મળી આવ્યા હતા. જેમાં દારૂની કુલ 972 બોટલ જેની કિંમત 1,10,520નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂના જથ્થો સાથે બુટલેગરની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી દાહોદ તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો