તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:દાહોદ જિલ્લાના બોન્ડેડ મેડિકલ ઓફિસરની હડતાળની ચીમકી

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દાહોદના સરકારી તબીબો દ્વારા માંગ સાથે આવેદન આપ્યું. - Divya Bhaskar
દાહોદના સરકારી તબીબો દ્વારા માંગ સાથે આવેદન આપ્યું.
  • માંગ ન સ્વીકારે તો 14 મેથી ફરજ પર નહીં જોડાય
  • પગાર વધારાની માંગ સાથે આવેદન

દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં પગાર અને ભથ્થા બાબતે અસંતોષનો ચરુ ઉકળીને સપાટીએ આવતા તેઓ દ્વારા જિલ્લા સમાહર્તાને એક આવેદન આપવામાં આવ્યું છે. દાહોદ આરોગ્ય વિભાગના બોન્ડેડ અને કોન્ટ્રાકચ્યુઅલ મેડીકલ ઓફિસર્સ છેલ્લા એક વર્ષથી કોરોનાકાળમાં નિષ્ઠાપૂર્વક જિલ્લાવાસીઓની સેવા કરી રહ્યા છે ત્યારે પગાર અને ભથ્થા બાબતે તેમનામાં અસંતોષ પ્રગટતા તા.10 મેના રોજ તેઓએ આવેદન આપી પોતાનો અસંતોષ અધિકારીઓ સુધી વહેતો કર્યો હતો.

જો પોતાની માંગ નહીં સ્વીકારાય તો તા.14.5.’21થી જિલ્લાના જે તે પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર બોન્ડેડ અને કોન્ટ્રાકચ્યુઅલ મેડીકલ ઓફિસરો ફરજ ઉપર નહીં જોડાય તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

આવેદનમાં શું રજૂઆત કરાઇ?
દાહોદના જે તે પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે તબીબી ક્ષેત્રે ફરજ બજાવવા ઉપરાંત કોવિડની પણ વધારાની ફરજ બજાવવા છતાં બોન્ડેડ અને કોન્ટ્રાકચ્યુઅલ મેડીકલ ઓફિસર્સને રૂ.60,000ના ફિક્સ પગારમાં જ રાખવામાં આવ્યા છે. તેની સામે જુનિયર રેસિડેન્ટ ડોક્ટર્સને રૂ.84,000 આપવામાં આવે છે. તો જુનિ.ડોક્ટર અને મેડીકલ ઓફિસર વચ્ચેની આ અસમાનતા દૂર કરી બંનેને‌ સરખો રૂ.84,000નો પગાર આપવા સાથે આ મહામારી ટાણે ઈન્સેન્ટિવ અને કેન્દ્ર મુજબનું એન.પી.એ. આપવા પણ રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...