અકસ્માત:ડુંગરીમાં રોડની બાજુમાં ઉભેલી મહિલાને બોલેરોએ ટક્કર મારી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું
  • અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરાયો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે એક બોલેરો વાહનના ચાલકે રોડની બાજુમાં ઉભેલી મહિલાને પુરઝડપે અને ગફલતભરી રીતે અડફેટમાં લેતા મહિલાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડતાં સારવાર દરમ્યાન મહિલાનું મોત નીપજ્યું હતું.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે રહેતા શારદાબેન ગતરોજ ડુંગરી ગામે રોડની સાઇડમાં ઉભા હતા. ત્યારે એક બોલેરો ગાડીના ચાલક પોતાના પોતાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી શારદાબેનને અડફેટમાં લઇ ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી ગયો હતો. ગંભીર રીતે ઇજા પામેલાં ઇજાગ્રસ્ત શારદાબેનને તાત્કાલિક નજીકમાં આવેલાં દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ સંદર્ભે નિલેશભાઈ મોહનભાઈ પરમારએ અજાણ્યા ફોર બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...