બાઈક સવાર રોડ પર ફંગોળાયા:ગરબાડાના સાહડામાં બોલેરો ગાડીએ બાઈકને ટક્કર મારી, એકનું મોત, એક ઈજાગ્રસ્ત

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે બાઈક સવાર પૈકી એકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં મોત થયું

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સાહાડા ગામે બોલેરો ગાડીના ચાલકે મોટરસાઈકલને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો. જેમાં મોટરસાઈકલમાં સવાર બે પૈકી એકનું મોત નીપજ્યુ હતું. જ્યારે અન્ય એક સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગાડી ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત
ગત તા.24 મી જુલાઈના રોજ સાહડા ગામેથી એક બોલેરો ગાડીનો ચાલક પોતાની બોલેરો ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા ગરબાડા તાલુકાના છરછોડા ગામે રોડ ફળિયામાં રહેતાં પ્રતાપભાઈ ગોપાળભાઈ ખપેડની મોટરસાઈકલને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો.
ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો
આ અકસ્માતમાં પ્રતાપભાઈ અને તેમની બાઈકની પાછળ બેઠેલા સેનાભાઈ બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતા. જેને પગલે પ્રતાપભાઈને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે સેનાભાઈને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
પોલીસ ફરિયાદ નોંધાઈ
​​​​​​​
આ સંબંધે છરછોડા ગામે રોડ ફળિયામાં રહેતાં નયનભાઈ ગોપાળભાઈ ખપેડે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...