લગ્ન પહેલાં તપાસ જરૂરી:સીકલસેલની બીમારી જાણવા પહેલાં બ્લડ રિપોર્ટ, પછી વર-વધૂના લગ્ન

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 20 લાખ લોકોની સીકલસેલની તપાસ
  • વર-વધૂમાંથી કોઇ પણ એક વાહક હોય તો તેમના થકી જન્મનાર નવજાત પણ વાહક હોવાની શક્યતા વધુ રહે છે

દાહોદ જિલ્લામાં મહિલા-પુરુષો સાથે બાળકો પણ સીકલસેલ રોગનો ભોગ બનેલા છે. ત્યારે સીકલસેલ રોગને અટકાવવા માટે લગ્ન કરતા પહેલાં વર-વધૂના લોહીની તપાસ કરાવવી જરૂરી હોવાનો આરોગ્ય વિભાગ દ્વારા પ્રચાર કરવામાં આવે છે. તેની પાછળના કારણોમાં બંને પાત્ર સીકલસેલ વાહક હોય તો તેમના લગ્ન ન કરાવવા જોઈએ. પરંતુ જો વર-વધૂમાંથી કોઈ પણ એક આ સીકલસેલનો વાહક હોય તો તેમના થકી જન્મનાર નવજાત બાળક પણ વાહક હોઇ શકે છે.

આ ઉપરાંત બંને જણા વાહક હોય તો તેમના થકી સીકલસેલ પીડિત બાળકનો જન્મ થાય છે. જેથી લગ્ન પહેલાં વર-વધૂના લોહીની તપાસ કરાયા બાદ જ લગ્ન કરાવવા જોઈએ.દાહોદ જિલ્લામાં હાલમાં લગ્નગાળો ચાલી રહ્યો છે. ત્યારે સીકલસેલની મોટી સમસ્યા હોવાને કારણે આરોગ્ય વિભાગની સલાહ મુજબ સંખ્યાબંધ કિસ્સામાં લગ્ન પહેલાં વરવધૂના લોહીની તપાસ કરીને સીકલસેલથી પીડિત તો નથી તે જાણવાનો પ્રયાસ કરાય છે.

દાહોદ ઇએમઓ નયન જોષીએ જણાવ્યું હતું કે, ઘણાં પાત્રોએ લગ્ન પહેલાં લોહીની તપાસ કરાવી છે. જોકે, અત્યાર સુધી કોઇ સીકલસેલ પીડિત હોવાનું ધ્યાને આવ્યું નથી. પણ હા સગર્ભાવસ્થા દરમિયાન તપાસમાં માતાઓ સીકલસેલથી પીડિત હોવાનું ઘણા કિસ્સામાં સામે આવ્યું હતું. દાહોદ જિલ્લામાં મોટી સંખ્યામાં સીકલસેલની તપાસ કરવામાં આવી હતી. જિલ્લાના આશરે 20 લાખ લોકો આ તપાસમાં આવરી લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...