પેટા ચૂંટણી:દાહોદની તાલુકા પંચાયતની ત્રણમાંથી બે સીટ પર ભાજપની જીત, એકમાં અપક્ષ વિજેતા

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેલીયા ગ્રામ પંચાયતમાં ભાજપના ઉમેદવારે 3462 મતથી તેમજ આગાવાડા તાલુકા પંચાયતમાં ભાજપની 599 મતથી જીત
  • ગરબાડા તાલુકા પંચાયતની સીમલીયાબુઝર્ગ સીટમાં અપક્ષના ઉમેદવારનો 859 મતથી વિજય

દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ ત્રણ તાલુકા પંચાયત સીટ પર રવિવારે મતદાન યોજાયું હતું અને આજે મંગળવારે આ ત્રણેય તાલુકા પંચાયત સીટનું પરિણામ જાહેર થયું છે. જેમાં ત્રણ પૈકી બે સીટો પર ભાજપે કબ્જો જમાવ્યો છે અને એક સીટ પર અપક્ષે કબજો જમાવ્યો છે. દેવગઢ બારિયા તાલુકાની કેલીયા તાલુકા પંચાયત સીટ પર ભાજપે વિજય મેળવ્યો છે. તેવી જ રીતે દાહોદ તાલુકામાં આવેલા આગાવાડા પંચાયત સીટ પર પણ ભાજપે કબ્જો જમાવ્યો છે. જોકે, ગરબાડા તાલુકામાં આવેલી સીમલીયાબુઝર્ગ તાલુકા પંચાયત સીટ પર અપક્ષે જીત મેળવી છે.

દાહોદ જિલ્લામાં આવેલી ૩ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનુ મતદાન યોજાયા બાદ આજે મંગળવારે તેનું પરિણામ જાહેર થયુ હતું. જેમાં દેવગઢ બારિયા તાલુકામાં આવેલા કેલીયા તાલુકા પંચાયત સીટ દાહોદ તાલુકાની આગાવાડા તાલુકા પંચાયત સીટ અને ગરબાડા તાલુકામાં આવેલી સીમલીયા બુઝર્ગ તાલુકા પંચાયત સીટ માટે મતદાન બાદ આ ત્રણે તાલુકા પંચાયત સીટનું પરિણામ જાહેર થયું હતું. જેમાં બે સીટો પર ભાજપે કબ્જો જમાવ્યો હતો ત્યારે એક સીટ પર અપક્ષે કબજો જમાવ્યો છે

.

દેવગઢ બારિયા તાલુકાના કેલીયા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. કુલ મતદાન 4058 થયું હતું. જેમાં કોંગ્રેસ પક્ષને માત્ર 248 મત જયારે ભાજપને 3710 મત અને નોટામાં 100 મત પડ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર રમેશ સુમતભાઈ બીલવાળ 3462 મતની લીડથી વિજય મેળવ્યો હતો. ભાજપમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ભાજપે કેલીયા પંચાયતની બેઠક જાળવી રાખી ધારાસભ્ય સહિત જિલ્લા પંચાયત સભ્યો તેમજ તાલુકા પંચાયત કાર્યકરોએ વિજેતા ઉમેદવારને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યાં હતા.

દાહોદ તાલુકામાં આવેલા આગાવાડા તાલુકા પંચાયત સીટમાં પણ ભાજપના ઉમેદવાર સુરેશભાઈ મેઘાભાઇનો 599 મતોથી વિજય થયો હતો. ગરબાડા તાલુકા પંચાયતની સીમલીયાબુઝર્ગ સીટની વાત કરીએ તો ત્યાં અપક્ષ બાજી મારી ગઈ છે. જેમાં અપક્ષના ઉમેદવાર ચુનાભાઈ વીરસિંગભાઈ વહોનીયા 859 મતોથી વિજય મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...