તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લીમખેડા તા. પં.ની ચૂંટણીમાં આજે દુધિયા જિ. પં. બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. તા. પ.ની ચાર બેઠકો ઉપરથી કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા પતંગડી અને પાણીયા બેઠક પર ભાજપના બે ઉમેદવારો બિનહરીફ થયા હતાં.દુધિયા જિ. પં.માં ભાજપમાંથી કોંગ્રેસમાં આવીને રાતોરાત ટિકિટ મેળવનાર બળવાખોર કનુભાઈ પ્રજાપતિએ દુધિયા બેઠક પરથી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આ કનુભાઈએ આજે ફોર્મ પરત ખેંચ્યું હતું. દુધિયા બેઠક ઉપર હવે BTP અને ભાજપ વચ્ચે જંગ જામશે.
તાલુકા પંચાયતની નિનામાની વાવ બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર શાંતાબેન નિનામાએ ફોર્મ ખેંચતા આ બેઠક ઉપર BTP અને ભાજપ વચ્ચે ચૂંટણી થશે. જેતપુર બેઠક ઉપરથી કોંગ્રેસના ભગવતીબેન રાયસીંગ રાવતે ફોર્મ પરત ખેંચતા ભાજપ અને BTP વચ્ચે ચૂંટણી થશે, જ્યારે પાણીયા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર શંકર ડામોરે ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર રૂપસિંગ માવી બિનહરીફ થયા હતા. પોલીસીમળ બેઠક ઉપર પણ કોંગ્રેસના જેલાબેન મુનિયાએ ફોર્મ પરત ખેંચતા બી ટી પી અને ભાજપ વચ્ચે ચૂંટણી થશે. તેમજ બાંડીબાર બેઠક ઉપરથી અપક્ષના ઉમેદવાર રતનસિંગ મકવાણાએ ફોર્મ પરત ખેંચ્યું હતું.
આમ આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે તાલુકા પંચાયતની પાંચ બેઠકો ઉપરથી ઉમેદવારોએ ઉમેદવારીપત્રો પરત ખેંચાયા હતાં, જ્યારે સિંગવડ તાલુકા પંચાયતમાં પતંગડી બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ નાયકા એ ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતાં ભાજપના ઉમેદવાર જશોદાબેન બારીયા બિનહરીફ થયા હતા. આ સાથે દાહોદ તાલુકાની ઉસરવાણ તાલુકા પંચાયત બેઠક પણ ભાજપે બિનહરીફ જીતી લીધી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.