તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:8 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ સામસામેે, 8 પર ત્રિપાંખીયો જંગ, સંજેલી પંચાયતની 16 બેઠકો પર 36 ફોર્મ રદ

દાહોદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

સંજેલી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તાલુકા જિલ્લા પંચાયત ઉમેદવારી ફોર્મની સોમવારે ચકાસણી દરમિયાન તાલુકાના 36 ફોર્મ રદ થયા હતા. 9 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ, જ્યારે 6 બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થયો છે. સંજેલી તાલુકામાં તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 79 ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી. જેમાં સોમવારના રોજ ચૂંટણી અધિકારી પી.આઈ.પટેલ, ડી.એન.પટેલ, આર.સી.ભુરા, બી.એસ.સોલંકી દ્વારા ફોર્મની ચકાસણી હાથ ધરાતા જુદા જુદા કારણોસર 36 ફોર્મ રદ કરાતા 43 મંજૂર કરવામાં આવ્યાં હતાં. જોકે મંગળવારના રોજ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી દિવસે કેટલાક ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે જે બાદ ચૂંટણી મેદાનમાં કેટલાય ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે તે તો સાંજે સ્પષ્ટ થઈ જશે. 36 ફોર્મ રદ થતાં સંજેલી તાલુકામાં 8 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ આમને સામને, જ્યારે 8 બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો