• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Birsa Munda Bhavan Was Inaugurated In Dahod, IAS, IPS And Those Who Achieved Special Achievements Were Honored With Mementos.

ઉદઘાટન:દાહોદમાં બીરસા મુંડા ભવનનું લોકાર્પણ યોજાયું, IAS, IPS તથા વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનારાને સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરાયું

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ-મહિસાગર અને દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા સામાજિક પરંપરા લાહ, નોતરૂ, ચાંદલા વિધિ દ્વારા તૈયાર કરાયેલા બિરસા મુંડા ભવનનો દાહોદમાં રંગારંગ લોકાર્પણ કાર્યક્રમ રવીવારે યોજાયો હતો. જેમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ સાસંદ જશવંતસિંહ ભાભોરે સમાજ સંગઠીત થશે તો વિવિધ પ્રશ્નો દૂર થશે કહીને શિક્ષણ, રોજગાર અને કુરિવાજ સહિતના વિષયે વાત કરી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, દાહોદ ધારાસભ્ય વજેસિંહ પણદા અને ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ સમાજ હિતમાં કાર્ય કરવાની વાત કરી હતી. બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રાસ્ટના મંત્રી સી.આર સંગાડાએ સ્વાગત કર્યુ હતું. ભવન નિર્માણ સમિતિના કન્વીનર નિવૃત્ત આઇ.પી.એસ. વી.એમ.પારગીએ બિરસા મુંડા ભવનનો હેતુ તેમજ પ્રવૃતિઓની રૂપરેખા આપી હતી.

સમાજના IAS,IPS અધિકારીઓ તથા જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ઠસિધ્ધિ પ્રાપ્ત કરેલ સમાજજનોને સ્મૃતિ ચિહ્ન, તીર ધનુષ, તથા શાલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાન્તીભાઇ ભગત અને ભજન મંડળીએ ગોવિંદ ગુરૂનું શૌર્ય ભજન ‘અંગ્રેજ્યુ નહી માનુ રે નહી માનુ’ રજુ કર્યુ હતું. ઢોલ શરણાઇના તાલે લોક નૃત્ય રજુ કર્યુ હતું. ગુલતોરા ગામના સખી મંડળે આદિવાસી લોકગીતોની રમઝટ બોલાવી હતી.

સમાજના ગાયક કલાકારો અર્જુન મેડા, ભાવેશ ખાંટ અને વી.કે.ભુરીયાએ લોક ગીતો રજુ કર્યા હતા. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. કે.આર.ડામોરે આભાર દર્શન કર્યુ હતું. કાર્યક્રમમાં માજી સાંસદ પ્રભાબેન તાવિયાડ, માજી ધારાસભ્ય અને ભીલ સેવા મંડળના માજી પ્રમુખ નરસિંહભાઇ હઠીલા, માજી ધારાસભ્યો માનસિંહ ભમાત, બચુભાઇ કિશોરી, દીતાભાઇ મછાર,મહેશભાઇ ભુરિયા, ડો.મીતેશ ગરાસિયા, જિલ્લા પ્રમુખ હર્ષદભાઇ નિનામા,દેવુ મેડા ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...