ગેરકાયદે હેરાફેરી:ઝાલોદથી રાજસ્થાન જતું બાયોડીઝલનુ ટેન્કર ઝડપાયુ, 1.32 લાખના જથ્થા સાથે 3.44 લાખનો મુદ્દામાલ જપ્ત

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુદ્દામાલ ભરાવી આપનાર અશોક તેમજ આ જથ્થો મંગાવનાર સામે પણ પોલીસે ફરિયાદ નોંધી

એસ.ઓ.જી પોલીસ દ્વારા ઝાલોદથી રાજસ્થાન જતું ટેન્કર ઝડપી પાડવામા આવ્યુ હતુ. ગેરકાયદે પેટ્રોલિયમ જેવી બાયો ડિઝલનો જથ્થો કિંમત રૂપિયા 1 લાખ 32 હજારના જથ્થા સાથે પોલીસે પીકપ ગાડી તેમજ તેના ચાલકની અટકાયત કરી પોલીસે કુલ રૂપિયા 3 લાખ 40 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દાહોદ એસ.ઓ.જી પોલીસને મળેલ બાતમીના આધારે ઝાલોદ તાલુકાના રાજસ્થાન તરફ જતા ઠુંથી કંકાસીયા ગામે નાકાબંધી કરી આવતા જતા તમામ નાનામોટા વાહનોની તપાસ હાથ ધરતા હતા .તે સમયે બાતમીમાં દર્શાવેલ એક પીકઅપ ફોરવીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી.

પોલીસે ગાડીના ભરત પુંજાભાઈ સોઢાબારીયા રહેવાસી (ખેડા) નાને પોલીસે અટકાયત કરી પીકપ ગાડીની તલાસી લેતાં તેમાંથી ગેરકાયદેસર પેટ્રોલિયમ જેવી બાયો ડિઝલનો જથ્થો કિંમત રૂપિયા 1.32 લાખના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. પોલીસે પીકપ ગાડી ની કિંમત રૂપિયા 3.40 લાખનો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ચાલકની પૂછપરછ કરતા આ બાયોડિઝલનો જથ્થો વિનસ ટ્રેડિંગ કંપની પંજેટાની ઇસ્ટેસ પી. ડબ્લુયું ડી. સ્ટોર નજીક ચંડોળા તળાવ નારોલા અમદાવાદ કંપનીમાંથી મુદ્દામાલ ભરાવી આપનાર અશોક તેમજ આ જથ્થો મંગાવનાર માતેશ્વરી બોરવેલ કુશલગઢ રાજસ્થાન દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ સંબંધે દાહોદ એસ.ઓ.જી પોલીસે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...