દાહોદ ગોધરા હાઇવે પર નસીરપુર દરગાહ સામે ટ્રોલી સાથેના ટ્રેક્ટર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમા બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલાને શરીરે સામાન્ય ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયો હતો. ઝાબીયાનો દિનેશ પટેલ તથા પરસોતમભાઇ ગોવિંદભાઇ શુક્રવારે બાઇક લઇને દાહોદ ગોધરા હાઉવે રોડ પર નસીરપુર દરગાહ પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન બપોરેે સામેથી રોંગ સાઇડે પુરઝડપે હંકારી આવતા ટ્રોલી સાથેના ટ્રેક્ટરના ચાલકે બાઇક સાથે ધડાકાભેર અથડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં બાઇક ચાલક દિનેશભાઈ પટેલ તથા બાઇક પર પાછળ બેઠેલ પરસોત્તમ ગોવિંદભાઈ ફંગોળાઈને રોડ પર પટકાતાં દિનેશભાઈ પારસીંગભાઈ પટેલને માથાના ભાગે તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે પરસોત્તમભાઈ ગોવિંદભાઈને શરીરે ઓછી-વત્તી ઈજાઓ થતા તેને 108 દ્વારા દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. આ સંબંધે રતનસિંહ પર્વતસિંહ પટેલે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.