તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ખાંડણીયામાં S.T. બસ સાથે અથડાતા બાઇકચાલકનું મોત

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાતકુંડા ગામના વિનોદભાઇ મોહનભાઇ રાઠવા તા.4થી ફેબ્રુઆરીના રોજ બપોરના ચાર વાગ્યાના અરસામાં મોટર સાયકલ ઉપર જઇ રહ્યા હતા. ત્યારે ખાંડણીયા ગામે ઢાળ ચડતી વખતે આગળ જતી બસને પાછળથી પોતાની મોટર સાયકલ અથડાવી અકસ્માત કરતાં વિનોદભાઇને માથામાં ગંભીર પ્રકારની જીવલેણ ઇજાઓ થતાં બેભાન થઇ ગયા હતા. ઇજાગ્રસ્તને 108 દ્વારા દેવગઢ બારિયા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ગોધરા અને પીપળીયા ખાનગી દવાખાને લઇ ગયા હતા.

તબીયતમાં સુધારો થતાં તેમને રજા આપતાં ઘરે લઇ આવ્યા હતા. ત્યાર બાદ તારીખ 1 માર્ચના રોજ વિનોદભાઇની તબીયત બગડતાં વડોદરા ખાનગી દવાખાને સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં તારીખ 4 માર્ચના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ સંદર્ભે મૃતકના પત્ની કુસુમબેન રાઠવાએ સાગટાળા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો