અકસ્માત:​​​​​​​દાહોદ નજીક ખરોડમાં કારની ટક્કરે બાઇક ચાલકનુ મોત, એક યુવક  ગંભીર રીતે ઈજાગ્રસ્ત

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્ત ને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડાયો

દાહોદ તાલુકાના ખરોડ ગામે હાઇવે પર પૂરઝડપે આવતી ગાડીએ બાઇક તેમજ મોપેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમા બાઈક પર સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મોપેડ ચાલક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ તાલુકાના રેંટિયા ગામના રહેવાસી અને દાહોદ હાઇવે પર દિલ્હી દરબારનામાં હોટલ ચલાવતા સ્વપ્નિલ ભાભોર તેમજ તેમના ત્યાં કામ કરતો મજુર રાજુભાઈ ગીતા ભાઈ કિશોરી રહે. છાપરી જોડે સાંજના સુમારે હોટલ બંધ કરી પરત ઘરે આવતા હતા. તે વેળાએ પાછળથી આવતી (જીજે-20-એ.એચ-9793)નંબરની હ્યુન્ડાઇ ક્રેટા કારના ચાલકે જીજે-20-એએમ-9595) નંબર ની મોપેડ તેમજ હીરો કંપનીની બાઈક પર જોડે જઈ રહેલા રાજુભાઈ કિશોરીને પાછળથી જોશભેર ટકકર મારતા બંને લોકો હવામાં ફંગોળાઈ જમીન પર પટકાયા હતા.

બંનેને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા રાજુભાઈ કિશોરી નામક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે સ્વપ્નિલ ભાઈ ભાભોરને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ હાલ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. સમગ્ર બનાવના પગલે દાહોદ રૂરલ પોલીસે ફોરવ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...