તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:જાલત પાસે કારની અડફેટે આવેલા બાઇક ચાલકનું મોત : 3 ઇજાગ્રસ્ત

દાહોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • દાહોદ ઇન્દોર હાઇવે ઉપર જાલત ગામ નજીકની ઘટના

દાહોદ તાલુકાના જાલત ગામે હાઇવે પર બાઇક લઇને રોડની સાઇડમાં ઉભેલા બે વ્યક્તિઓને કારે ટક્કર મારતાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઇજાઓ થઇ હતી. આ સંદર્ભે કાર ચાલક વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના કુન્દનપુરના નનેશબાઇ ધીસીયાભાઇ ડોડીયાર તથા સુરેશભાઇ દિતાભાઇ ડોડીયાર ગતરોજ પોતાની જીજે-45-એમએન-9372 નંબરની મોટર સાયકલ ઉપર દાહોદથી પોતાના ઘરે જતા હતા.

તે દરમિયાન નનેશભાઇનો મિત્ર વિજય દરૂ ભુરીયા તથા ભારતભાઇ મજીયાભાઇ મેડા જાલત ગામે હાઇવે રોડ ઉપર મળી જતાં તેઓએ મોટર સાયકલ રોડની સાઇડમાં ઉભી રાખી તેમની સાથે વાતો કરતાં હતા. તે દરમિયાન દાહોદ તરફથી પુરઝડપે આવતી જીજે-20-એએચ-5590 નંબરની કારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઇ પૂર્વક હંકારી લાવી અડફેટે લઇ અકસ્માત કરી ગાડી મુકી ભાગી ગયો હતો.

અકસ્માતમાં સુરેશભાઇ દિતાભાઇ ડોયીરાને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થવાની ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે વિજયભાઇ દરૂભાઇ ભુરીયાને ડાબા હાથે તથા ડાબા પગે ફ્રેક્ચર તેમજ ભારતભાઇ મજીયાબાઇ મેડાને પણ સાધારણ ઇજા તથા ડાબા પગે ફ્રેક્ચર અને નનેસભાઇને માથાના ભાગે તથા જમણા પગના ઘુટણ ઉપર સામાન્ય ઇજાઓ થઇ હતી. તેમજ બન્ને વાહનોને નુકશાન થયું હતું. આ સંદર્ભે નનેશભાઇ ડોડીયારે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો