કાર્યવાહી:પડાવ ઓવરબ્રિજ પર કારની અડફેટે બાઇકચાલકનું મોત

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2 ઘાયલ, કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરાઇ

જેસાવાડા આશ્રમ રોડ સામે રહેતો અને મૂળ જૂનાગઢના ભંડુરી ગામનો જલિયાણ ઇન્ફા પ્રોજેક્ટ કંપનીમાં નોકરી કરતો સોવન મનોજભાઇ ગોધાસરા તા.9મીના રોજ ઓફિસના કામકાજ માટે રવી અતુલભાઇ તથા દેવાંગ ભરતભાઇ ગોહેલ સાથે તેમની બાઇક લઇને જેસાવાડાથી નીકળી દાહોદ ગરબાડા ચોકડી થઇ પડાવ ઓવરબ્રિજ પરથી પસાર થતી વેળા સામેથી આવતી કારના ચાલક સુરેશ સુરસીંગ ચૌહાણે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઇકને અડફેટ લેતા બાઇક ચાલક દેવાંગ તથા રવિ ભીમજીયાણીને ગંભીર ઇજાઓ થઇ હતી

જ્યારે સોવનને સામાન્ય ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્ત ત્રણેયને તાત્કાલિક 108 દ્વારા દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાતા રવિને જમણા હાથ તથા પગે ગંભીર ફ્રેક્ચર તથા દેવાંગને જમણા પગે ફ્રેક્ચર અને પેટના ભાગે ગંભીર ઇજાઓ હોઇ વધુ સારવાર માટે વડોદરા રીફર કરતાં દેવાંગનું ગોધરા નજીક મોત થતાં સોવન ગોધાસરાએ કાર ચાલક સુરેશ ચૌહાણ વિરૂદ્ધ દાહોદ એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં કાર્યવાહી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...