તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ગરબાડામાં વાહનની ટક્કરે ઘાયલ બાઇક ચાલકનું મોત, નવાનગરના ભાઇ બહેન બાઇક પર ગાંગરડા જતા હતા

દાહોદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગરબાડા તાલુકાના સરાબલી રોડ ઉપર બાઇક ઉપર જતા ભાઇ બહેનને અજાણ્યા વાહને ટક્કર મારતાં ગંભીર રૂપે ઘાયલ થયેલા ભાઇનું સારવાદ દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બહેનને નવાનગરનો પરેશભાઇ બામણીયા બહેનને સાથે લઇને જીજે-20-એપી-6819 નંબરની બાઇક પર ગાંગરડી જવા માટે નિકળ્યો હતો. ત્યારે સરાબલી ગામે રોડ ઉપર એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઇ પૂર્વક હંકારી લાવી પરેશભાઇની મોટર સાયકલને સામેથી ટક્કર મારી એક્સીડન્ટ કરી પોતાનું વાહન લઇ ભાગી ગયો હતો.

અકસ્માતમાં પરેશભાઇને માથામાં તથા ડાબી આંખ ઉપર ગંભીર ઇજાઓ તથા શરીરે સામાન્ય ઇજાઓ થઇ હતી. તેમજ તેની બહેન રીતીકાને માથામાં ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને 108 દ્વારા તાત્કાલિક દાહોદ સરકારી દવાખાને સારવાર લઇ જતાં વધુ સારવાર માટે રીફર કરતાં દાહોદના ખાનગી હોસ્પિટલમાં લઇ જતાં ડોક્ટરે પરેશભાઇને મૃતઘોષિત કર્યા હતા. જ્યારે રીતીકાને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. અકસ્માત સંદર્ભે પસવાભાઇ બામણીયાએ અજાણ્યા વાહન ચાલક સામે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...