જીવલેણ અકસ્માત:દાહોદના રોઝમ પાસે કારની પાછળ બાઈક ઘુસી જતા અકસ્માત, બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઈક ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી

દાહોદ તાલુકાના રોઝમ ગામના બસ સ્ટેન્ડ નજીક કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં મોટરસાઇકલ ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

મૃતક યુવક ગરબાડાના ભીલવા ગામનો
દાહોદ તાલુકના રોઝમ ગામના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર પેસેન્જર ક્રુઝર ગાડી અને અપાચી મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાઇકલ ચાલક 25 વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મોટર સાઇકલ ચાલક ગરબાડા તાલુકાના ભીલવા ગામનો રહેવાસી છે અને પોતાની મોટરસાઇકલ લઈને રોઝમ ગામે કામ કર્થે જતો હતો. તે સમયે આગળ ચાલતી ક્રુઝર ગાડીના પાછળના ભાગે ધડાકા ભેર અથડાતા મોટરસાઇકલ સાઇકલ ચાલક જમીન પર પડકાંતા શરીરે હાથ પગે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.
ક્રુઝરનો ચાલક ઘટના સ્થળેથી ફરાર
ક્રુઝર ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. અકસ્માતની જાણ દાહોદ તાલુકા પોલીસને થતા તાલૂકા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવકના મૃતદેહને દાહોદના સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો. હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ અને વાન ગાડી પણ ઘટના સ્થળે આવી પહોંયા હતા. અકસ્માત વાળા રોડને કિલયર કરી રોકાયેલા ટ્રાફિકને ફરીથી ચાલુ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...