કાર્યવાહી:બાઇક ચોરી, લૂંટના 6થી વધુ ગુનાનો વોન્ટેડ ઝબ્બે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પાનમના ઘરેથી ઝડપ્યો

પાનમનો ગુનાનો કોર્ટના પકડ વોરંટનો આરોપીને ઝડપી પાડવા માટે લીમખેડા ડીવાયએસપીના માર્ગદર્શન મુજબ ધાનપુર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરી આરોપી ઇશ્વર વિરસીંગ બામણીયાને ઘરેથી ઝડપ્યો હતો. લીમખેડા ડીવાયએસપી આર.બી. દેવધાએ અલગ અલગ ટીમો બનાવી અધિકારીઓને માર્ગદર્શન કર્યુ હતું. જે અનુસંધાને ટીમના ધાનપુર પોસઇ બી.એમ.પટેલ તથા સે.પોસઇ એ.ડી.સોલંકી તથા સ્ટાફના માણસોએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કોમ્બીંગનુ આયોજન કર્યુ હતું.

ત્યારે શુક્રવારના રોજ ધાનપુર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન સાગટાળા પોલીસ મથકમાં નોંધાયેલા બાઇક ચોરીના ગુનામાં તથા ધાનપુર પોલીસ મથકમાં ધાડ, લુંટ, ચોરીના અલગ અલગ છ જેટલા ગુનામાં પકડ વોરંટનો એક વર્ષથી નાસતો ફરતો આરોપી પાનમ ગામનો ઇશ્વર વીરસીગ બામણીયા તેના ઘરે હોવાની બાતમી મળતાં પોલીસે તેના ઘરે છાપો મારી તેને ઝડપી પાડી સાગટાળા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...