તસ્કરી:દાહોદ તાલુકામાં ત્રણ સ્થળેથી તાળું તોડી બાઇકની ચોરી

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શોધખોળ બાદ પત્તો નહીં મળતાં ફરિયાદ

બાઇક ચોરીનો પ્રથમ બનાવ દશલા ગામે બન્યો હતો. જેમાં ગત તા.14મી એપ્રિલે દશલા ગામે સોમાભાઈ પરમારે બાઇક ઘરના આંગણે લોક મારી પાર્ક કરી ગતી. આ બાઇકની ચોરી થઇ ગઇ હતી. સોમા પરમારે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બીજો બનાવ ઝાલોદ રોડ ખાતે સાંઈખુશી સોસાયટી ખાતે બન્યો હતો.જેમાં ગત તા.26મી માર્ચે હરેશભાઈ વાઘેલાએ બાઇક ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આની પણ ચોરી થઇ જતાં કોઇ પત્તો નહીં મળતાં તાલુકા મથકે ફરિયાદ નોંધાવી હતી.

ત્રીજા બનાવમાં 15 એપ્રિલે નાની ખરજ ગામે મેસુલભાઈ ભુરીયા બાઇક રળીયાતી કામ અર્થે આવ્યાં હતાં અને બાઇક વિસ્તારમાં લોક મારી પાર્ક કરી ગયાં હતાં ત્યારે કોઈ ચોર ચોરી કરી ગયા હતાં. મેસુલભાઈ ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...