વાહનચોરો બેફામ:દાહોદમા સીટી ગ્રાઉન્ડ પરથી એક્ટિવા અને ટીમરડામાંથી બાઈકની ચોરી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરતથા ગ્રામ્ય વિસ્તારોમાંથી છાશવારે વાહનો ચોરાય છે

દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડ એક્ટિવા મોપેડ કોઈક અજાણ્યા ચોર ઈસમો પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ ફરાર થઈ ગયા હતા. દાહોદ તાલુકાના ટીમરડા ગામેથી ઘરની આગળ લોક મારી પાર્ક કરેલી એક બાઇકની ચોરી થતાં સંબંધિત પોલીસ મથકોએ ફરિયાદો નોંધાવાઈ છે.

એસપી ઓફિસની નજીકથી જ ચોરી થઈ
દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં રહેતાં વાલચંદભાઈ કાળુભાઈ બીલવાળ પોતાની એક્ટિવા મોપેડ લઈ દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડની સામે કોઈક કામ અર્થે આવ્યાં હતાં. જ્યાં તેઓ પોતાની મોપેડ તાળુ મારી પાર્ક કરી હતી. આ ગાડીની કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે વાલચંદભાઈ કાળુભાઈ બીલવાળે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘરની સામે પાર્ક કરેલી બાઈકની ચોરી
આજ રીતે દાહોદ તાલુકાના રાછરડા ગામે ગામતળ ફળિયામાં રહેતાં ભીમાભાઈ કલાભાઈ હાડા ટીમરડા ગામે આવ્યાં હતાં. પોતાની બાઇક ગામમાં રહેતાં બળવંતસિંહના ઘરની સામે લોક મારી પાર્ક કરી હતી. આ બાઇકને કોઈ અજાણ્યા ચોર ઈસમો મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી ગયા હતા.આ સંબંધે ભીમાભાઈ કલાભાઈ હાડાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...