અકસ્માત:ડોકી ગામમાં કારની ટક્કરે બાઇક સવાર દંપતી ઘાયલ, પતિનું મોત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત કરી ગાડી મૂકી ફરાર થયેલ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

ઉસરવાણનું દંપત્તીની પેથાપુર ગામે લગ્નમાંથી પરત ઘરે આવી રહ્યા હતા. ત્યારે તેમની બાઇકને પુરપાટ દોડી આવતી કારે ડોકી ગામે ધડાકાભેર અથડાવી અકસ્માત કરતાં દંપત્તીને ગંભીર ઈજાઓ થતાં દાહોદની ઝાયડસમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પતિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

દાહોદ તાલુકાના ઉસરવાણ ગામના ટીંડોરી ફળિયામાં રહેતા રહેતા પંકજભાઈ સુરમલભાઈ નિનામા તથા તેમની પત્ની રોશનીબેન તા.15મીના રોજ બપોરના સમયે જીજે-20-એપી-4682 નંબરની બાઇક પર પેથાપુર ગામેથી લગ્નમાં હાજરી આપી પરત ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન 3 વાગ્યાના અરસામાં રસ્તામાં ડોકી ગામે પેટ્રોલ પંપ રોડ પર સામેથી પુરપાટ દોડી આવતી જીજે-07-એઆર-547 નંબરની કારના ચાલકે પંકજભાઈ નિનામાની બાઇક સાથે ધડાકાભેર અથડાવી અકસ્માત કરી પોતાની ગાડી મુકી ચાલક નાસી ગયો હતો.

અકસ્માત સર્જાયા નજીકમાથી લોકો ભેગા થઇ ગયા હતા. 108ને જાણ કરી બોલાવી ઇજાગ્રસ્ત દંપત્તિને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પંકજભાઈ સુરમલભાઈ નિનામાને માથામાં ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમની પત્ની રોશનબેનને પગે ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર આપવામાં આવી હતી. આ સંદર્ભે ભરતભાઇ મતાભાઇ નિમાએ અકસ્માત કરી ગાડી મુકી નાસી ગયેલા ચાલક વિરૂદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...