આ અકસ્માત ક્યારે અટકશે?:પોલીસની કડક કાર્યવાહી વચ્ચે દાહોદમાં પતંગની દોરીથી બાઈક સવારનું ગળું કપાયું, 16 ટાંકા લેવા પડ્યા

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદ શહેરમાં મોટરસાઈકલ પર સવાર થઈ પસાર થઈ રહેલ એક વ્યકિતના ગળાના ભાગે પતંગની દોરી ફરી વળતાં વ્યક્તિ લોહી લુહાણ થઈ ગયો હતો. તેને ગળાના ભાગે 16 જેટલા ટાંકા આવ્યાં હોવાનું જાણવા મળે છે.

ઉત્તરાયણ પહેલા જ ઘટના બની
દાહોદ શહેરમાં રહેતાં એક યુવક પોતાના કબજાની મોટરસાઈકલ લઈ દાહોદ શહેરમાં આવેલ જી.આઈ.ડી.સી. ખાતેથી પસાર થઈ રહ્યાં હતાં.તે સમયે અચાનક એક પતંગની દોરી તેમના ગળાના ભાગે આવી જતાં અને પતંગની ધારદાર દોરી ગળાના ભાગે ફેરવાઈ જતાં ધારદાર પંતગની દોરીના કારણે વ્યક્તિના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને વ્યકિત લોહી લુહાણ થઈ ગયો હતો.

ઘટનાને પગલે લોક ટોળા ઉમટયા
​​​​​​​
ઘટનાને પગલે સ્થળ પર લોક ટોળા ઉમટી પડ્યાં હતાં અને તાત્કાલિક ઈજાગ્રસ્ત યુવનાને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવમાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન યુવાનને ગળના ભાગે 16 જેટલા ટાંકા આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...