દુર્ઘટના:જૂના બારિયા ગામે ટ્રેક્ટરની ટક્કરે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દેવગઢ બારિયામાં પ્રાથમિક સારવાર બાદ SSGમાં મોત
  • અકસ્માત કરી ભાગી ગયેલા ટ્રેક્ટર ચાલક સામે ગુનો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લીમડી ગામના ભરતકુમાર ચૌહાણ તા.8મીના રોજ સાંજના સમયે તેમની સાથે કામ કરતાં સંબંધી સુભાષભાઈ બળવંતભાઈ બારીયાની બાઈક લઇને દેવગઢ બારિયાથી પોતાના ઘરે જતી વેળા સાંજના સાતેક વાગ્યાના અરસામાં જુના બારિયા ગામે હાઈવે ઉપર પુરપાટ ગફલતભરી રીતે હંકારી આવતા ટ્રેક્ટર ચાલકે રોડ પર આગળ જતાં છકડાની સાઇડ મારવા જતા બાઈક સાથે અકસ્માત કરતા ભરતકુમારને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ટ્રેકટર ચાલક નાસી ગયો હતો.

અકસ્માત બાદ લોકોએ 108ને જાણ કરી બોલાવી ઇજાગ્રસ્ત ભરતકુમારને દેવગઢ બારિયા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપી રીફર કરતા વડોદરા એસએસજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઇ જવાયા હતા. જ્યા તા.9મીના રોજ બપોરના સમયે સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું. આ સંદર્ભે મૃતકના પુત્ર શૈલેષકુમાર ચૌહાણે ટ્રેક્ટર ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા દેવગઢ બારિયા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...