અકસ્માત:​​​​​​​દેવગઢ બારીયાના જૂના બારીયામાં ટ્રેક્ટરની અડફેટે બાઈક ચાલકનુ મોત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર ઈજાઓને કારણે વડોદરા રીફર કર્યા હતા

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના જૂના બારિયા ગામે હાઈવે પર એક ટ્રેકટરના ચાલકે પોતાના કબજાની ટ્રેક્ટર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી એક બાઇક ચાલકને અડફેટમાં લઇ ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે.

ધાનપુર તાલુકાના લીમડી મેધરી ગામે ધારવા ફળિયામાં રહેતા ભરતકુમાર પોતાની બાઇક લઈ દેવગઢ બારિયા તાલુકાના જુના બારિયા ગામેથી હાઈવે રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા.

આ દરમિયાન એક ટ્રેકટરના ચાલકે પોતાના ટ્રેક્ટર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ભરતકુમારના બાઇકને જોશભેર ટકકર મારતા ભરતકુમાર બાઇક પરથી ફંગોળાઇ જમીન પર પટકાયા હતા. જેના પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓને પ્રથમ તો નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ જ્યાં સ્થિતિ ગંભીર બનતા ભરતકુમારને વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગતરોજ સારવાર દરમિયાન સારવાર બાદ મોત નિપજતા આ સંબંધે મરણ જનાર ભરતકુમારના પુત્ર શૈલેષકુમાર ભરતકુમાર ચૌહાણ દ્વારા દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...