અકસ્માતને પગલે મોત:દાહોદ જિલ્લાના સીંગવડના દાસા ગામે મોટરસાઈકલ સ્લીપ થતાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત, મહિલાનું મોત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલકે મોટરસાઈકલ પુરઝડપે હંકારતા અકસ્માત સર્જાયો મહિલાને શરીરે તેમજ માથાના ભાગે જીવલેણ ઈજાઓ થતાં મોત નીપજ્યું રણધીકપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના દાસા ગામે એક મોટરસાઈકલના ચાલકે મોટરસાઈકલ પુરઝડપે હંકારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં મોટરસાઈકલ પાછળ બેઠેલી એક મહિલાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું.

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પીસોઈ ગામે રહેતો મહેશ પર્વતભાઈ પાંડોર પોતાની મોટરસાઈકલની પાછળ જશોદાબેનને બેસાડી દાસા ગામેથી પુરઝડપે પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં અચાનક મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં મોટરસાઈકલ પાછળ બેઠેલા જશોદાબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. જેમાં તેમનું મોત નીપજ્યું હતું અને મહેશને પણ શરીરે ઈજાઓ થઈ હતી. નોંધનીય છે કે આ સંબંધે રણધીકપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...