કાર્યવાહી:રાજસ્થાનના બાઇક ચાલકને બોલેરોએ અડફેટેમાં લેતાં મોત

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજસ્થાનના બે યુવકો બાઇક લઇને લીમડી જતા હતા

ચાકલિયા ત્રણ રસ્તા પર બોલેરોની ટક્કરે ઘાયલ થયેલા રાજસ્થાનના બાઇક ચાલકનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કુશલગઢ ના કાચલા નો ઇલેશભાઇ ડામોર તેના બનેવીની આરજે-03-જેએસ-9213 નંબરની મોટર સાયકલ તથા પરતુભાઇ વીરજીભાઇ ડામોર તેની મોટર સાયકલ લઇને બન્ને જણા તથા અલગ અલગ મોટર સાયકલો લઇને તા.6 ડિસેમ્બરના રોજ વહેલી સવારે લીમડી જવા નિકળ્યા હતા.

તે દરમિયાન સવા ચાકલીયા ગામે આશ્રમ ત્રણ રસ્તા પર છ વાગ્યાના અરસામાં જીજે-06-એલઇ-9426 નંબરની બોલેરો ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ઇલેશભાઇ ઉર્ફે નિલેશની મોટર સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જી નાસી ગયો હતો. અકસ્માત ઇલેશભાઇને ગંભીર ઇજાઓ થતાં ભેગા થયેલા લોકોએ 108ને જાણ કરી બોલાવી ઇજાગ્રસ્તને સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન ઇલેશભાઇ ઉર્ફે નિલેશનું મોત નિપજ્યું હતું. અકસ્માત સંદર્ભે મૃતકના પિતા ભુરજીભાઇ મડસીયાભાઇ ડામોરની ફરિયાદના આધારે ચાકલિયા પોલીસે અકસ્માત કરી ગાડી લઇને નાસી ગયેલા બોલેરો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...