દાહોદના ખરોડ ખાતે તા.20 એપ્રિલના રોજ યોજાયેલા આદિજાતિ મહાસંમેલન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદના પરેલ વિસ્તારના વર્કશોપમાં અંદાજે રૂ.20 હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર નવ હજાર હોર્સ પાવરના ઈલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ કર્યો હતો. જે કામને ઝડપભેર આગળ વધારતા તા.3 મેના રોજ પરેલ વિસ્તારમાં સ્પોર્ટ ગ્રાઉન્ડની સામે નવ હજાર હોર્સ પાવરના ઈલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનોનો ભુમી પૂજન કાર્યક્રમ મુખ્ય રેલ કારખાનાં પ્રબંધક વિનય કુમારની અધ્યક્ષતામાં યોજાયો હતો. ધાર્મિક રીતે અને મંત્રોચાર સાથે યોજાયેલા કાર્યક્રમમાં કારખાનાં પ્રબંધક પોતાની ધર્મપત્ની સાથે પૂજન કરી ટીકમ ફાવડાથી જમીન ખોદી કળશ મૂકી ભૂમિ પૂજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યારેલ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
20 એપ્રિલના રોજ દાહોદ આવેલા રેલ મંત્રી અને રેલ રાજ્યમંત્રીએ આ વિસ્તારની મુલાકત લીધી હતી અને ત્યાર બાદ આજ જગ્યાએ અક્ષય તૃતીયાંના દિવસે ભૂમિ પૂજન કરવાના સૂચનથી સ્પોટ મેદાનની સામે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. મેઇક ઇન ઇન્ડિયા અભિયાનને સાકાર કરતા આ પ્રોજેક્ટ થકી દાહોદ અને તેની આસપાસના વિસ્તારોમાં હજારો નોકરીની તકો ઉભી થશે. દાહોદ મેઇક ઇન ઇન્ડિયાનું સૌથી મોટું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે.
ગુલામીકાળ ખંડના લોકોમેટિવ સ્ટીમ એન્જીનના કારખાનાને હવે રૂ. 20 હજાર કરોડના ખર્ચથી આધુનિક બનાવવામાં આવશે. અહીં 9 હજાર હોર્સ પાવરના ઇલેક્ટ્રીક લોકોમેટિવ રેલ્વે એન્જીન બનાવવામાં આવશે. જે મેઇક ઇન ઇન્ડિયાને ગતિ આપવાની સાથે દુનિયાના દેશોની ઇલેક્ટ્રીક રેલ્વે એન્જીનની માંગ પૂરી કરવામાં દાહોદ મહત્વની ભૂમિકા અદા કરશે અને દાહોદનું નામ દેશ અને દુનિયામાં આગળ વધશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.