ચોરી ઉપર સીનાજોરી:​​​​​​​દેવગઢ બારીયામાં ચાલકે નો પાર્કિગાં છકડો પાર્ક કરી પોલીસ અને ટ્રાફિક જવાનો સાથે મારામારી કરી

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિક જવાને છકડો બાજુ પર લેવાનુ કહેતા ચાલકે લાફા વાળી કરી સરકારી કામમાં અડચણ ઉભી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં એક છકડાના ચાલકે પોતાનો છકડો ટ્રાફિક સમસ્યા થાય તે રીતે પાર્ક કર્યો હતો. આ મામલે ફરજ પરના ટી.આર.બી. જવાન અને પોલીસ કર્મચારીએ છકડો સાઈડમાં કરવા જણાવતાં છકડાનો ચાલકે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ટ્રાફિક કર્મીઓને પકડી, લાપટ ઝાપટો મારી સરકારી કામમાં અડચણ ઉભી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામા આવી છે.

દેવગઢ બારીયામાં શુક્રવારી હાટ બજારમાં રાણાશેરી ખાતે રહેતો વિકાસભાઈ રાજેન્દ્રભાઈ રાણા પોતાનો છકડો લઈ આવ્યો હતો આ છકડો ટ્રાફિકની સમસ્યા થાય તે રીતે ઉભો રાખતાં આ મામલે દેવગઢ બારીયા પોલીસ મથકના પોલીસ કર્મચારી રોહીતભાઈ સળુભાઈ તથા ટી.આર.બી. જવાન શૈલેષભાઈએ છકડો સાઈડમાં લઈ જવા જણાવતાં વિકાસભાઈ એકદમ ઉશ્કેરાયો હતો. તેણે પોલીસ કર્મચારી અને ટી.આર.બી. જવાનનો કોલર પકડી લાપટો ઝાપટો મારી સરકારી કામમાં અડચણ કરી હતી અને પોલીસ કર્મચારી રોહીતભાઈને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી.

આ સંબંધે પોલીસ કર્મચારી રોહીતભાઈ સળુભાઈએ દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં છકડાના ચાલક વિકાસભાઈ રાજેન્દ્રભાઈ રાણા વિરૂધ્ધ દેવગઢ બારીયા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...