મીટર ચાલુ, બીલ ગુલ:દેવગઢ બારીઆ પંથકમા રૂ. 12.80 લાખનો દંડ ફટકારતા વીજ ચોરોને શોર્ટ લાગ્યો

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરોઢિયે 6 વાગે ત્રાટકેલી 22 ટીમોએ 374 જોડાણ ચકાસ્યા, 120 વીજ ચોર ઝડપાયા

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગર સહિત તાલુકામાં આજ રોજવીજ કંપની લીમીટેડની વડી કચેરી વડોદરાની ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ. જેમા અંદાજે 120 વીજચોરો ઝડપાયા હતાં. જેમાં વીજ કંપની દ્વારા આ 120 વીજ ચોરીના બનાવમાં કુલ રૂ. 12.80 લાખ જેટલો દંડ ફટકારતાં વીજ ચોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

આજે તારીખ 11 ઓગસ્ટના રોજ મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડની વડી કચેરી બરોડા દ્વારા દેવગઢ બારીઆ એમ.જી.વી.સી.એલ.ના તાબા હેઠળના દેવગઢ બારીઆના કાપડી વિસ્તાર તેમજ અન્ય વિસ્તારો, દેવગઢ બારીઆ તાલુકાના ગામોમાં સવારના 6 કલાકે પોલીસ બંદોબસ્ત સાથે 22 ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

વીજ ચેકીંગ દરમિયાન દેવગઢ બારીઆના કાપડી વિસ્તાર તેમજ વિવિધ ગામોના કુલ 374 જેટલા વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યાં હતાં. જેમાંથી 120 જેટલા વીજ ચોરોને ઝડપી પાડવામાં આવ્યાં હતાં જેમને કુલ અંદાજે રૂ. 12.80 લાખ રુ જેટલો દંડ ફટકારવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...