તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:​​​​​​​દેવગઢ બારિયામાં જાહેરનામાના ભંગ બદલ બે દુકાનો સીલ કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેર કટિંગ સલૂનની બે દુકાનોને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી

ગુજરાત સરકાર દ્વારા હાલમાં કેટલાક જિલ્લાઓમાં 13 થી 18 મે સુધી નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તે મુજબ દાહોદ જિલ્લા કલેકટર દ્વારા એક નવો હુકમ કરતા કેટલાક વેપાર ધંધા ઉપર રોક લગાવી છે. જેમા હેર કટિગ સલૂનથી લઈ અન્ય કેટલાક વેપારીઓ પર રોક લગાવેલી છે. જેમાં દેવગઢ બારિયામાં જાહેરનામાના ભંગ બદલ બે દુકાનો સીલ કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સ વિના વેપાર ધંધો કરતા હતા.

દેવગઢ બારિયામાં સ્થાનિક તંત્ર એક્શનમાં આવતા આજરોજ નગરમાં જાહેરનામાનો ઉલ્લંઘન કરનારાની તપાસ હાથ ધરતા કેટલાક વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સ વિના વેપાર ધંધો કરતા હતા. તેમને દંડ ફટકાર્યો હતો. જ્યારે હેર કટિંગ સલૂન બંધ રાખવાનું જાહેરનામું હોવા છતાં પણ નગરમાં હેર સલૂનની દુકાન ખુલ્લી હતી. આવી બે દુકાનોને સીલ મારી કાર્યવાહી હાથ ધરતા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...