નિર્ણય:દાહોદ જિલ્લામાં મતદાનના દિવસે હાટ યોજવા પર પ્રતિબંધ

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કતવારા, ઝાલોદ સહિતના વિસ્તારોમાં સોમવારે હાટ ભરાય છે

દાહોદ જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને ગામોમાં હાટબજારનું અનન્ય મહત્વ વર્ષોવર્ષથી જળવાઈ રહ્યું છે. ત્યારે કોરોના કાળમાં દાહોદ સહિત જિલ્લામાં વ્યવસાયોની સાથે હાટ બજારો ઉપર પણ ખાસ્સી અસર થઇ હતી.

દાહોદનાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.બી. પાંડોરે જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મતદાનના દિવસે એટલે કે તા. 5 ડિસેમ્બરના રોજ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ભરાતા અઠવાડિક હાટ બજાર કે મેળા ભરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવા માટે આ આદેશ કરાયો છે. હાટ માટે વાર નક્કી હોય છે ત્યારે 5 ડિસેમ્બરે સોમવાર હોવાથી કતવારા, ઝાલોદ માં હાટ યોજી નહીં શકાય.

કયા દિવસે ક્યાં હાટ ભરાય છે
સોમવારે ઝાલોદ,કતવારા, મંગળવારે લીમડી, બુધવારે દાહોદ, ગુરુવારે દેવગઢબારિયા અને રાછરડા, શુક્રવારે જેસાવાડા, શનિવારે કતવારા અને રવિવારે લીમખેડા અને ગરબાડા ખાતે હાટ બજારો ભરાતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...