સમસ્યા:દાહોદમાં બોર્ડની પરીક્ષાને પગલે કેન્દ્રો આસપાસ પ્રવેશ પર પ્રતિબંધ

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઝેરોક્ષ મશીન બંધ રાખવા માટે આદેશ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં લેવાનારી ધોરણ 12ની પૂરક પરીક્ષાને પગલે દાહોદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બે જાહેરનામા પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધક આદેશો જારી કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એમ. જે. દવેએ જણાવ્યુ હતું કે, આગામી તા. 6-10-2020 સુધી ધોરણ 12ની પૂરક પરીક્ષા જે કેન્દ્રો ઉપર લેવામાં આવનારા છે, તેની આસપાસની 100 મીટર વિસ્તારમાં પરીક્ષાના સમય પૂર્વે અડધી કલાક અને પૂર્ણ થયા બાદના એક કલાક સુધી બિનઅધિકૃત વ્યક્તિએ એકત્ર થવું નહીં. પરીક્ષા કેન્દ્રના 10 મીટરના વિસ્તારમાં કોઇએ પ્રવેશ કરવો નહીં. પરીક્ષા દરમિયાન કોઇ પણ પ્રકારના વાજિંત્ર વગાડી શકાશે નહીં. બીજા જાહેરનામામાં પરીક્ષા કેન્દ્રો પાસે સો મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ, કોપીયર મશીન તા. 6-10-2020 સુધી સવારના 9:00 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી બંધ રાખવા માટે આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...