તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:શીંગેડીમાં બાઇકની અડફેટે ઘાયલ બૈણાના યુવકનું મોત

દાહોદ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શૌચક્રિયા માટે મોટર સાઇકલ પાસે રોડની સાઇડમાં ઊભો હતો
 • દે.બારિયા પોલીસ મથકે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામના નિશાળ ફળિયામાં રહેતા સબુરભાઇ શંકરભાઇ પટેલ ગતરોજ બપોરના એક વાગ્યાના અરસામાં પોતાની જીજે-20-એજી-8435 નંબરની બાઈક લઇને જતા હતા. તે સમય દરમિયાન શીંગેડી ગામે રસ્તામાં રસ્તામાં શૌચક્રિયા માટે બાઈક રોડની બાજુમાં ઉભી રાખી હતી. તે દરમિયાન જીજે-20-એપી-8430 નંબરની બાઈકના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની બાજુમાં ઉભેલા સબુરભાઇને અડફેટમાં લઇ અકસ્માત કરી બાઈક લઇને નાસી ગયો હતો.

આ અકસ્માતની જીવલેણ ઘટનામાં સબુરભાઇ પટેલને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. આ સંદર્ભે જુવાનસિંગભાઇ શંકરભાઇ પટેલે અજાણ્યા બાઈક વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો